નડિયાદમાં બીજીવાર વીજ ચોરીમાં પકડાતા યુવાનને રૂ.99.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદે વીજ જોડાણ કરીને 78.630 કિલોવોલ્ટની ચોરી પકડાઇ છે. તેમાં વીજકંપની વીજીલન્સ ટીમે દરોડો પાડયો હતો. તથા વીજ કંપની દ્વારા પૂર્વ કાઉન્સીલર ભાનુ ભરવાડ સહિત બે શખ્સો સામે પોલીસ ફરિયાદ કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા
ગત વર્ષે વીજ ચોરીમાં રૂ. 70 લાખ દંડ કરવામાં આવ્યો હતો
નડિયાદ પૂર્વ કાઉન્સીલર અને અનેક ગુનામાં સંડોવાયેલ ભાનુ ભરવાડની બિલોદરા પાસે આવેલ આઇસફેક્ટરીમાં શનિવારે વીજકંપની વીજીલન્સ ટીમે દરોડો પાડયો હતો. આ આઇસ ફેકટરીમાં બીજીવાર ગેરકાયદે વીજજોડણ કરીને વીજ ચોરી કરતાં રંગેહાથ પકડાઇ ગયા હતા. ગત વર્ષે વીજ ચોરીમાં રૂ. 70 લાખ દંડ કરવામાં આવ્યો હતો. અને બીજી વાર 78.630 કિલોવોલ્ટની ચોરી પકડાતાં રૂ. 99.51 લાખ દંડ કર્યો હતો. વીજ કંપની દ્વારા પૂર્વ કાઉન્સીલર ભાનુ ભરવાડ સહિત બેશખ્સો સામે પોલીસ ફરિયાદ કરાઈ છે.
આ પણ વાંચો: કચ્છમાં હીટવેવની વકી સાથે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
પોલીસને સાથે રાખીને આઇસ ફેકટરીમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું
નડિયાદ પાલિકાના પૂર્વ કાઉન્સીલર ભાનુ જોઘાભાઇ ભરવાડ અને માધાભાઇ આધાભાઇ ભરવાડની સંયુકત ગુનાના બિલોદરા જેલ નજીક આઇસ ફેકટરી આવેલી છે. આ આઇસફેક્ટરીમાં ગેરકાયદે વીજજોડાણ કરીને ફેકટરી ચલાવીને વીજ ચોરી કરવામાં આવે છે. તેવી મળેલી માહિતીના આધારે એમજીવીસીએલની વિજિલન્સ ટીમે તા. 4 માર્ચના રોજ શનિવારે આ આઇસ ફેકટરીમાં દરોડો પાડયો હતો. વિજિલન્સ ટીમે પોલીસને સાથે રાખીને આઇસ ફેકટરીમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ નોકરી કરતો અડાલજનો યુવાન કોરોના સંક્રમિત, શહેરમાંથી ચેપ લાગ્યો
વીજ કંપની દ્વારા ઉપરોકત બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ કરાઈ
ત્યારે ફેકટરીના બાજુમાં આવેલ વીજ પોલમાં ગેરકાયદે વીજકેબલ જોઇન્ટ કરીને કોઇને દેખાય નહીં તે રીતે બીજો છેડો સીધો મશીનમાં જોડીને વીજ વપરાશ કરતાં હતા અને વીજ ચોરી કરવામાં આવતી હતી. ટીમે ફેકટરીમાં વીજ ચોરી રંગેહાથ ઝડપી પાડી હતી. ગેરકાયદે વીજ જોડાણ કરીને 78.630 કિલોવોલ્ટની વીજ ચોરી પકડાઇ હતી. વીજ કંપનીએ ફેકટરીના સંચાલક ભાનુ ભરવાડ અને માધાભાઇ ભરવાડને વીજ ચોરી પેટે રૂ. 99,51286 દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત વીજ કંપની દ્વારા ઉપરોકત બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ કરાઈ છે.