વિનેશ ફોગાટને NADAએ પાઠવી નોટિસ, 14 દિવસમાં માંગ્યો જવાબ
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા કેટેગરીમાં માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે ગોલ્ડ મેડલ પહેલા અયોગ્ય જાહેર થયેલી ભારતીય મહિલા રેસલર એથ્લિટ વિનેશ ફોગાટને હવે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા આજે બુધવારે નોટિસ જારી કરવામાં આવી છે. NADA આ નોટિસ જારી કરે છે જો રમતવીર ડોપ ટેસ્ટ માટે નિર્ધારિત સમયે અને સ્થળે ઉપલબ્ધ ન હોવાને કારણ કે તે નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. વિનેશને આ મામલે જવાબ આપવા માટે NADA દ્વારા 14 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે.
વિનેશે પોતાના સાચા સરનામાની ન આપી માહિતી
NADA દ્વારા વિનેશ ફોગાટને આપવામાં આવેલી નોટિસની સત્તાવાર માહિતી અનુસાર, વિનેશ ફોગાટે NADAને તેના સરનામા વિશે સાચી માહિતી આપી ન હતી. વિનેશ ફોગાટે 9 સપ્ટેમ્બરે સોનીપતના ખરખોડા ગામમાં તેના ઘરે ડોપ ટેસ્ટ માટે ઉપલબ્ધ હોવાની માહિતી આપી હતી, પરંતુ તે નિર્ધારિત સમયે ત્યાં હાજર ન હતી, જે NADAણ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. NADA દ્વારા વિનેશને આપવામાં આવેલી નોટિસમાં આ મામલે અંતિમ નિર્ણય લેતા પહેલા તેને પોતાનો ખુલાસો કરવાની તક આપવામાં આવી છે. NADAએ વિનેશના ડોપ ટેસ્ટ માટે એક અધિકારીને DAV પાસે મોકલ્યા હતા પરંતુ તે ત્યાં ઉપલબ્ધ ન હતી.
વિનેશ પાસે હવે શું છે વિકલ્પ?
NADA દ્વારા વિનેશ ફોગાટને જારી કરવામાં આવેલી આ નોટિસમાં તેણીએ કાં તો પોતાની ભૂલ સ્વીકારવી પડશે અથવા સાબિત કરવું પડશે કે તે ડોપ ટેસ્ટ માટે નિર્ધારિત જગ્યાએ લગભગ એક કલાક સુધી રોકાઈ હતી. જો કે, જો એન્ટિ-ડોપિંગ વિરોધી નિયમો પર નજર કરવામાં આવે તો, તેમાં નક્કી કરવામાં આવેલા સ્થાન પર જો એથ્લિટ હાજર ન હોય તો આ સ્થિતિમાં આ નિયમનો ઉલ્લઘંન થયું તેમ માનવામાં આવતું નથી, જેમાં એક વર્ષમાં ત્રણ વખત એથ્લિટે નક્કી કરવામાં આવેલા સ્થળે અને સમયે ડોપ ટેસ્ટ કરાવતો નથી, તો કોઈ એક્શન લેવામાં આવી શકે છે.
આ પણ જૂઓ: ભારત vs બાંગ્લાદેશ : કાનપુર ટેસ્ટ મેચ ઉપર વરસાદનો ખતરો, જાણો શું છે આગાહી