નબીરા તથ્ય પટેલની વધુ એક કરતૂતનો પર્દાફાશ,સ્કૂલમાંથી પણ કરાઈ હતી હકાલપટ્ટી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બેફામ ગાડી હંકારીને 9 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલને લઈને એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં તેના ઘણા અવગુણો પણ બહાર આવી રહ્યા છે ત્યારે તથ્ય પટેલને લઈને વધુ એક ખુલાસો થયો છે. જેમાં તેને સ્કુલમાંથી પણ હાંકી કાઢવામા આવ્યો હતો.
તથ્ય પટેલને લઇને વધુ એક ચૌંકાવનારી હકીકત આવી સામે
ઈસ્કોન બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલને લઇને વધુ એક ચૌંકાવનારી હકીકત સામે આવી છે. પ્રાપ્ત જાણકારી મુજબ નબીરો તથ્ય પટેલ ધોરણ 12માં દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. અને તેના કારણે તેની સ્કૂલમાંથી પણ હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમજ તે દારૂ માટે સ્કૂલ અને કોલેજમાં પણ ગેરહાજર રહેતો હતો અને મિત્રો સાથે મહેફિલ માણતો હોવાનું સામે આવ્યું છે. આમ તથ્યની આ કરતૂતનો પર્દાફાશ થતાં તેની કર્મ કુંડલીનો અંદાજ લગાવી શકાય છે.
પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ
જો પ્રજ્ઞેશ પટેલે પહેલા થી જ તથ્ય પટેલને માપમાં લાવી દીધો હોત તો આ ઘટના ન બની હોત તેવું પણ લોકો કહી રહ્યા છે. જો કે પ્રજ્ઞેશ પટેલે પોતાના દિકરાને સમજાવવાને બદલે તેનો સાથ આપતા રહ્યા ગઈ કાલે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તે પોતાના છોકરાની ભૂલ સ્વીકારવાને બદલે “19 – 20 વર્ષના છોકરાઓથી આવુ કોઈક વાર થઈ જાય’ તેવું કહી રહ્યો છે.
આ પણ વાંચો : ‘ગાડી તો ઠોકાય હવે, બહુ ટેન્શન નહીં લેવાનું’..પ્રજ્ઞેશ પટેલના આ શબ્દો સાંભળી તમારું પણ લોહી ઉકળી જશે
પ્રજ્ઞેશ પટેલે કહ્યું – “19 – 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય”
સોશિયલ મીડિયામાં વાયરલ આ ઓડિયોમાં પ્રજ્ઞેશ પટેલ કોઈ અજાણ્યા માણસને કહી રહ્યો છે કે “19 – 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના કરીશ”
વાયરલ ઓડિયોની પોલીસે હાથ ધરી તપાસ
સોશિયલ મીડિયામાં વહેતી થયેલી પ્રજ્ઞેશ પટેલની આ ક્લિપ અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી છે. જે બાદ અમદાવાદ પોલીસે આ ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે ખરેખર પ્રજ્ઞેશનો જ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે તેનો વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અક્સમાત: તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી જેલમાં જ રહેવું પડશે, જાણો કારણ