ટ્રેન્ડિંગમનોરંજન

Naatu Naatu Making: 20 દિવસ સુધી ચાલ્યું શૂટિંગ-43 રિટેક… જાણો- કેવી રીતે બન્યું ગીત?

Naatu Naatu ગીતે ઓસ્કાર એવોર્ડ 2023 જીતીને ઈતિહાસ રચી દીધો છે. રાજામૌલીની ફિલ્મ RRRના આ પેપી ગીતને પ્રેમ રક્ષિતે કોરિયોગ્રાફ કર્યું છે. પ્રેમ રક્ષિતે Naatu Naatu ગીતના નિર્માણની વાત શેર કરી. તેમણે જણાવ્યું કે આ ગીત 20 દિવસમાં 43 ટેકમાં પૂરૂ થયું હતું.

બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કર્યા બાદ ફિલ્મ RRRએ ઓસ્કાર એવોર્ડ જીતી લીધો છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા પછી, RRRએ ઓસ્કાર પણ જીત્યો છે. ઓસ્કારના મંચ પર Naatu Naatu પર પણ ખાસ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. જેણે બધાના દિલ જીતી લીધા. આ ધમાકેદાર ગીત પ્રેમ રક્ષિતે કોરિયોગ્રાફ કર્યું છે.

‘Naatu Naatu ‘ના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે કહ્યું- હું મારા માતા-પિતાને કારણે આ ઈન્ડસ્ટ્રીમાં જોડાયો છું. અમે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવીએ છીએ. 2008માં જ્યારે મને પહેલીવાર એવોર્ડ મળ્યો ત્યારે મેં કહ્યું હતું કે હું એવોર્ડ લેવા સ્ટેજ પર નથી આવ્યો, પરંતુ હું મારી જાતને મારા માતા-પિતાને સમર્પિત કરવા આવ્યો છું. આજે મારા કામને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે, આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે. આ દેશ માટે ગર્વની વાત છે.

ઐતિહાસિક ગીત Naatu Naatu કેવી રીતે બન્યું?

કોરિયાગ્રાફર પ્રેમ રક્ષિતે કહ્યું- મેં આ ગીતને એક પડકાર તરીકે લીધું છે. એક સ્ટાર સાથે કામ કરવું સરળ છે. દરેક સુપરસ્ટારની પોતાની રીત અને સ્ટાઇલ હોય છે. આવી સ્થિતિમાં, બે અલગ-અલગ શૈલીઓને એક સાથે એક ઊર્જામાં ઢાળવી એ ખરેખર પડકારજનક હતું. બંનેના અનુભવોને એક જ સ્કેલમાં જોડીને મેં ડાન્સ તૈયાર કર્યો. આ ગીતને કોરિયોગ્રાફ કરવામાં મને બે મહિના લાગ્યા હતા. તમે જુઓ, જ્યારે બંને સાથે ચાલે છે અને સાથે આવે છે, ત્યારે તે સંપૂર્ણતા તેમની હિલચાલમાં પણ દેખાતી હોવી જોઈએ. મેં બંને માટે 110 ચાલ તૈયાર કરી હતી. આ દરમિયાન જ્યારે પણ તે નર્વસ થતો ત્યારે તેને રાજામૌલીનો સહારો મળતો હતો.

Naatu Naatu શૂટ કરવામાં કેટલા દિવસ લાગ્યા?

આ ગીતને શૂટ કરવામાં 20 દિવસનો સમય લાગ્યો હતો અને 43 રિટેકમાં શૂટિંગ પૂર્ણ થયું હતું. આ 20 દિવસમાં રિહર્સલની સાથે અમે ગીતનું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. જોકે આ ગીતને કોરિયોગ્રાફ કરવામાં મને બે મહિનાનો સમય લાગ્યો હતો. હું રાજામૌલી સર સાથે લાંબા સમયથી જોડાયેલો છું. જ્યારે તે મારી પાસે ગીત લાવ્યા ત્યારે હું પહેલા તો ડરી ગયો હતો. બંને સુપરસ્ટાર્સને એકસાથે ડાન્સ કરવો એ મોટી વાત હતી. હું એ પ્રેસરમાં રહેતો હતો કે મારા કારણે આ સુપરસ્ટાર એકબીજાથી ઓછા ન દેખાવા જોઈએ. મારે બંનેને સમાન એનર્જીમાં બતાવવાના હતા.

“શૂટની છેલ્લી મોમેન્ટ સુધી, અમે આ ગીતમાં ઇમ્પ્રુવાઇઝ કરવાનું ચાલુ રાખ્યું. રાજામૌલી સરને વધુ મનોરંજક પળો જોઈતી હતી, તેથી અમે તેને ફરીથી શૂટ કરતા. ગીતની છેલ્લી મોમેન્ટ સુધી મારી અગ્નિ પરીક્ષા ચાલુ રહી.” શૂટિંગના અનુભવ પર પ્રેમે કહ્યું- જ્યારે રામચરણ અને જુનિયર NTR સવારે તેના સીન શૂટ કરતા હતા, ત્યારે પેક-અપ પછી, થોડો આરામ કર્યા પછી, રામચરણ અને જુનિયર NTR રિહર્સલ માટે મારી પાસે આવતા હતા. સાંજે આવતા હતા, પછી અમે રાત્રે 9 વાગ્યા સુધી રિહર્સલ કરતા હતા. ગીતનું શૂટિંગ યુક્રેનમાં થયું હતું.

Back to top button