ગુજરાતટ્રેન્ડિંગ

દાહોદમાં વડાપ્રધાન મોદી 103 વર્ષના દાદાને જોઈને ભેટી પડ્યા, PMએ કહ્યું- ‘આશીર્વાદ લેવા આવ્યો છું’

Text To Speech

દાહોદઃ વિધાનસભાની ચૂંટણીના એક સપ્તાહ પહેલા ભાજપે પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસનાં એક દિવસ બાદ વડાપ્રધાન ફરી બે દિવસના મિશન પ્રચાર પર નીકળ્યા છે અને બુધવારે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. PM મોદીએ મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગરમાં સભા ગજવી. ત્યારે હવે આજે તેઓ પાલનપુર, દહેગામ,અરવલ્લી, અમદાવાદ ગ્રામ્યમાં સભા કરશે.

103 વર્ષના સુમનભાઈને આત્મીયતાથી મળ્યા
દાહોદની સભામાં લાગણીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. સભા દરમિયાન વડાપ્રધાન સુમનભાઈને મળવા પહોંચ્યા હતા. 103 વર્ષના સુમનભાઈને PM મોદી એકદમ આત્મીયતાથી મળ્યા હતા. આ બાદ વડાપ્રધાન મોદીની આ તસવીર સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ હતી. સુમનભાઈને જોઈને વડાપ્રધાન ભેટી પડ્યા હતા અને ભાવવિભોર થઈ ગયા હતા. આ ખાસ પળે, વૃદ્ધ સુમનભાઈ સભા સ્થળ સુધી પહોંચીને PM મોદીને મળવા આવ્યા હતા, ત્યારે PMએ તેમના આર્શીવાદ લીધા હતા. એટલુ જ નહિ, પોતાના ભાષણમાં પણ તેઓએ સુમનભાઈનો ઉલ્લેખ કર્યો હતો.

PMએ મુલાકાતની વાત સોશિયલ મીડિયામાં શેર કરી
વડાપ્રધાને પૂર્વ એમપી સુમનભાઈ સાથેની આ તસવીરને શેર કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, દાહોદની આ ખાસ પળ છે જ્યારે 103 વર્ષના સુમનભાઈ મને આશીર્વાદ આપવા આવ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન પણ સુમનભાઈને યાદ કર્યા હતા.

પોતાની સ્પીચમાં સુમનભાઈ ઉલ્લેખ કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદની જાહેર સભામાં સુમનભાઈનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અગાઉની સરકાર એવી હતી કે, ધારાસભ્યો આવેદન લઈને ગાંધીનગર જતા. અમારા સુમનભાઈ એમપી હતા, જશવંતસિંહના પિતાજી. તે આજે મને આશીર્વાદ આપવા આવ્યા હતા. સુમનકાકા 102 વર્ષના છે. પહેલાના દિવસોમાં તેઓ ગામડાઓમાં હેન્ડપંપ લગાવવાની વિનંતી કરતા. તે હેન્ડપંપનો જમાનો હતો. લોકોએ મોદીને કહ્યું કે તેઓને નળ સે જળ જોઈએ છે, અને તમારો આ પુત્રએ નળથી જળ પુરું પાડ્યું છે.

Back to top button