ગુજરાતમાં આ જગ્યાએ ખોદકામ દરમ્યાન મળી આવ્યા પૌરાણિક સિક્કાઓ, લોકોમાં જોવા મળી કુતૂહલ

ખોદકામ દરમિયાન અનેક વખત પૌરાણિક વસ્તુઓ મળી આવતી હોય છે. ત્યારે આ પૌરાણિક વસ્તુઓ જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જાગતી હોય છે. ત્યારે ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી પણ ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા.
ખોદકામ દરમિયાન પૌરાણિક સિક્કાઓ મળી આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારીના ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી પણ ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા. ધના-રૂપા ડેવલપમેન્ટ કમિટી દ્વારા થાનકનો વિકાસ કરવા માટે વર્ષો જુના પીપળાના વૃક્ષ તળે ખોદકામ કરવામાં આવ્યું હતુ આ ખોદકામ દરમિયાન સેંકડોની સંખ્યામાં કાળક્રમે દટાયેલાં પથ્થરના ખતરાં મળી આવ્યા હતા. વર્ષો જૂના અને આટલી મોટી માત્રામાં સિક્કા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહી વધુ ખોદકામ કરતા વર્ષો અગાઉના ખતરાં સાથોસાથ અહીં ચઢાવાયેલ જુના ચલણી સિક્કાઓ પણ મળી આવ્યા હતા. આ સિક્કાઓ 1891, 1885, 1901, 1905 1920, 1980ના વર્ષના ચલણી સિક્કાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પૌરાણિક સિક્કા જોવા લોકોમાં કુતૂહલ
ચિખલી તાલુકાના ચિતાલી ગામે આવેલ ધના-રૂપા થાનકે ખોદકામ હાથ ધરાતાં પૌરાણિક ખતરાં તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હોવાના સમાતાર મળતા લોકોમાં આ સિક્કા જોવા માટે ભારે કુતુહલ સર્જાયું હતુ અને અહી દટાયેલાં પથ્થરના ખતરાં અને જૂના ચલણી સિકકાઓ મળી આવ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં ત્યાં ધસી આવ્યા હતા.
ધના-રૂપા થાનકનો ઇતિહાસ
જાણકારી મુજબ ચિતાલી ગામે ઘોડિયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાનું મુખ્ય સ્થાન આવેલ છે. ધોડીયા સમુદાયના લોકો ‘ધના’ અને ‘રૂપા’ નામના વ્યક્તિઓને પોતાના પૂર્વજ માને છે. મૃતકની અંતિમ વિધિ વખતે ધનાખત્રી અને રૂપાખત્રીના નામની છાક પાડવામાં આવ્યા બાદ જ અન્ય અવસાન પામેલા સ્વજનોની છાક પડાય છે. આ ધના-રૂપા થાનકે પેઢીઓથી ધોડિયા સમાજના પરિવારો દ્વારા મૃતક સ્વજનોના ખતરાં બેસાડવાની પરંપરા હતી. પહેલા અહી મોટી સંખ્યમાં લોકો આવી મૃત સ્વજનનું ખતરું સ્થાપિત કરતા હતા. પરંતુ સમયાંતરે અહી લોકો આવતા ઓછા થયા. આ ધના-રૂપાના સ્થાનકના વિકાસનું કામ હાથ ધરાતા આજે ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરાં તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : જો તમારા બાળકને પણ પરીક્ષામાં જવાબો યાદ નથી રહેતા તો અપનાવો આ ટીપ્સ