ટ્રેન્ડિંગહેલ્થ

ઘરમાં મળતી રહી રહસ્યમય ચિઠ્ઠીયો, મહિલાને હકીકતની ખબર પડી તો ચોંકી ગઈ

HD ન્યૂઝ ડેસ્ક, 17 જૂન: ઘરમાં જો કોઈ બહારની વ્યક્તિએ ઘુસણખોરી કરી હોય તેના સંકેતો મળે તો પણ અનેક વ્યક્તિ ગભરાઈ જાય છે. એમાય જો કોણ આવ્યું હતું ને કેમ આવ્યું હતું એ ન જાણી શકીએ તો વધુ તકલીફ થઈ જાય છે. તાજેતરમાં એક મહિલા સાથે આવું જ કંઈક થયું છે. તેની સાથે બનેલી આ ઘટના મહિલાએ રેડિટ પર શેર કરી છે.

તેણીએ કહ્યું કે ’15 એપ્રિલે તેને તેના સ્ટડી ટેબલ પાસે એક પોસ્ટ નોટ મળી હતી. એમાં અમુક અગત્યના કામની યાદ હતી જે મારે કરવાના હતા. પરંતુ મારે જે કામ કરવાના હતા તે ન તો મેં ક્યાંય લખ્યા હતા કે ન તો આ બાબતો વિશે કોઈને જણાવ્યું હતું, તેમ છતાં મારા સ્ટડી ટેબલ પરથી પોસ્ટ નોટ મળી તેમાં મારા જ કામોની યાદી હતી. મને લાગ્યું કે કોઈ સ્ટોકર મારી મજાક કરી રહ્યો છે. આ પછી હું તેને ભૂલી ગઈ. પરંતુ થોડા દિવસો પછી ફરીથી કંઈક આવું જ બન્યું. બીજીવાર આવી ધટના બનતા હું ડરી ગઈ હતી પણ ઘરમાં કોઈ આવ્યા ના નિશાન મળ્યા ન હતા.

ઘરના ગેટ પર લગાવ્યા CCTV કેમેરા

મહિલાએ આગળ લખ્યું – ‘થોડા દિવસો પછી ફરી મને ઘરેની અંદરથી એક ચિઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું- અમારા મકાનમાલિક મને તમને મળવા નથી આપી રહ્યા પરંતુ આ જરૂરી છે.’ આ ચિઠ્ઠિ મળ્યા પછી ડરીને મે આ વખતે ઘરના ગેટ પર CCTV કેમેરા લગાવ્યા. પરંતુ આ કેમેરાના ફૂટેજમાં માત્ર હું જ ઓફિસમાં આવતી અને જતી જોવા મળી. આ કારણોસર, હું હવે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે Reddit પર આવી છું. તમે લોકો મને કહો- મારે પોલીસ પાસે જવું જોઈએ કે મારા મકાનમાલિક પાસે? હું હવે કોઈ ભુલ કરવા માંગતી નથી.’

ઘરે કાર્બન મોનોક્સાઇડ ડિટેક્ટર લગાવો: યુઝર

મહિલાની આ પોસ્ટ પર લોકોએ ઘણી કોમેન્ટ કરી. એક યુઝરે લખ્યું- કદાચ તમારા મકાન માલિક તમારા ગયા પછી ઘરમાં જતા હશે. પરંતુ ચિઠ્ઠિમાં લખ્યા ઉપરથી તો એવું નથી લાગતું. બીજાએ લખ્યું – એવું લાગે છે કે તમે આ બધું લખ્યા પછી ભૂલી ગયા છો. કેટલાક લોકોએ ઘરમાં કાર્બન મોનોક્સાઇડ ડિટેક્ટર લગાવવાનું કહ્યું હતું. તેના અતિરેકને કારણે વ્યક્તિ વસ્તુઓ ભૂલી જવા લાગે છે. ઘણું વિચાર્યા પછી મહિલા પોતાની જાત પર જ શંકા કરવા લાગી

અંતે તેણીએ એક પોસ્ટ કરી અને લખ્યું – તમારો અભિપ્રાય આપવા બદલ આપ સૌનો આભાર. જેમણે મને ઘરે કાર્બન મોનોક્સાઇડ ડિટેક્ટર લગાવવાનું કહ્યું હતું તેમનો ખાસ આભાર. કેમ કે તે ઘરમાં લગાવ્યા પછી મને ખબર પડી કે મારી આસપાસ તેનું રીડિંગ 100ppm હતું.

મહિલાને થયું હતું CO પોઇઝનિંગ

તેણીએ લખ્યું છે કે, ‘મને CO પોઇઝનિંગ થયું હતું અને મને લાગતું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે.’ તમને જણાવી દઈએ કે CO ના વધુ પડતા સંપર્કથી ન્યુરોલોજીકલ નુકસાન થઈ શકે છે. નીચા સ્તરે CO ઝેરના લક્ષણોમાં માથાનો દુખાવો, થાક, ઉબકા, ઉલટી અને તેના જેવા લક્ષણોનો સમાવેશ થાય છે અને ઉચ્ચ સ્તરે, વ્યક્તિ વસ્તુઓ ભૂલી જવા લાગે છે અને મૂંઝવણમાં મકાઈ જાય છે.

આ પણ વાંચો: અજીબ ચોરી! ફ્રિજ ચોરી કરવા આવ્યા 2 ચોર, ફ્રિજ ઉપાડી ન શક્યા તો દૂધ અને દહીં ચોરી ભાગ્યા

Back to top button