મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી, 20 લોકોએ જીવ ગુમાવ્યા


મ્યાનમાર, 28 માર્ચ 2025 : શુક્રવારે (28 માર્ચ) મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે મ્યાનમારમાં મંડલે મસ્જિદમાં 20 લોકોના અવસાન થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મ્યાનમારના મંડલેમાં આવેલી એક મસ્જિદ ભૂકંપના જોરદાર આંચકાને કારણે સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મસ્જિદની અંદર ઘણા લોકો હાજર હતા.
BNOના રિપોર્ટ અનુસાર મ્યાનમારમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 25 લોકોના અવસાન થયા છે. મ્યાનમારના ટાઉંગોમાં પણ 5 લોકોના અવસાન થયા છે. જ્યારે થાઈલેન્ડમાં ભૂકંપના કારણે બેંગકોકમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન 43 લોકો ગુમ થયા છે.
મંડાલય યુનિવર્સિટીમાં પણ ભૂકંપના કારણે તબાહી સર્જાઈ હતી
મ્યાનમારના મંડાલયમાં જોરદાર ભૂકંપના કારણે એક મસ્જિદ તૂટી પડી. અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન મંડલય યુનિવર્સિટીમાં પણ ઘણી તબાહી જોવા મળી હતી. શુક્રવારે (28 માર્ચ)ના રોજ આવેલા ભૂકંપના કારણે યુનિવર્સિટીમાં આગ લાગી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ ઘટનાથી જાનહાનિ થવાની પણ શક્યતા વધી ગઈ છે. તે જ સમયે, ભૂકંપના કારણે, મ્યાનમારના મંડાલયમાં સ્થિત ઐતિહાસિક અવા બ્રિજ ધરાશાયી થઈ ગયો.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
થાઈલેન્ડના નાયબ વડાપ્રધાને નિવેદન આપ્યું
દેશમાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે થાઈલેન્ડના નાયબ વડાપ્રધાને આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શુક્રવારે દેશમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે બેંગકોકમાં એક ગગનચુંબી ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. આ ઈમારત ધરાશાયી થવાને કારણે ઓછામાં ઓછા 3 લોકોના અવસાન થયા છે, જ્યારે 81થી વધુ લોકો લાપતા છે.
મ્યાનમારમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા
યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)ના અહેવાલ મુજબ, મ્યાનમારમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 અને 6.4 માપવામાં આવી હતી.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ફરી ધર્માંતરનાં કાવતરાંઃ ભાજપના ધારાસભ્ય પોતે શંકાના ઘેરામાં?