ટોપ ન્યૂઝનેશનલ

મ્યાનમારની સરહદ સીલ કરાશે, આસામમાં ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત

Text To Speech

નવી દિલ્હી, 20 જાન્યુઆરી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે મોદી સરકાર ટૂંક સમયમાં મ્યાનમાર સરહદને સુરક્ષિત કરશે, આ માટે સરહદ પર ફેન્સિંગ લગાવવામાં આવશે. આસામમાં પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે, મ્યાનમાર સાથેની ભારતની સરહદને બાંગ્લાદેશની જેમ વાડ લગાવીને સુરક્ષિત કરવામાં આવશે. એ પણ કહ્યું કે ભારત સરકાર મ્યાનમાર સાથેના મુક્ત મુવમેન્ટ એગ્રીમેન્ટ પર પુનર્વિચાર કરી રહી છે. હવે ભારત સરકાર અવર-જવરની સુવિધા બંધ કરવા જઈ રહી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે વચનો પુરા કર્યા

તેમણે કહ્યું કે મે 2021 થી આસામ પોલીસે લગભગ 13560 ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. NDPS એક્ટ હેઠળ 8100 થી વધુ કેસ નોંધાયા છે. મોટી સંખ્યામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે અમે આસામના એક લાખ યુવાનોને ભ્રષ્ટાચાર વિના નોકરી આપીશું અને હિમંતા સરકારે આ વચન પૂરું કર્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસની સરકારમાં આસામના યુવાનોને નોકરી માટે પૈસા ચૂકવવા પડતા હતા. પરંતુ અમારી સરકારમાં જે નોકરીઓ આપવામાં આવી છે. તેમાં ક્યાંય એક રૂપિયો પણ ભ્રષ્ટાચાર નથી. તેમને ઘરે બેસીને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી છે.

કોંગ્રેસના લોકો જ તેની યાત્રાનો વિરોધ કરે છે

અમિત શાહે કહ્યું કે ભારત સમગ્ર વિશ્વમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. 2047 માં, ભારત એક સંપૂર્ણ વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનશે, તેની શરૂઆત રામલલાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાની સાથે છે. તેમણે કહ્યું કે સમગ્ર ઉત્તર પૂર્વમાં એક નવા યુગ અને શાંતિની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા ગૃહમંત્રીએ કહ્યું કે તેમણે તાજેતરમાં ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. આજે જ્યારે મેં અહીં આ વિશે પૂછ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે કોંગ્રેસે તેના શાસનમાં જે લોકો સાથે અન્યાય કર્યો હતો તે લોકો આ યાત્રાનો વિરોધ કરી રહ્યા છે.

Back to top button