મ્યાનમારમાં ભૂકંપથી સોનાનો બનેલો મહામુનિ પગોડા તબાહ, ભારતે કરાવ્યો હતો જીર્ણોદ્ધાર

નેપીડા, તા. 28 માર્ચ, 2025: મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી છે. આ દરમિયાન અનેક ઐતિહાસિક મંદિરો, સ્મારક ધરાશાયી થયા છે. ભૂકંપના કારણે માંડલે સ્થિત મહામુનિ પગોડા તબાહ થઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે, 2016માં આવેલા ભૂકંપના કારણે પગોડાને નુકસાન થયું હતું. ભારત સરકારે 2020માં મ્યાનમારમાં ક્ષતિગ્રસ્ત થયેલા પગોડાનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ ભારતના વિદેશ મંત્રાલયે પૂરો કરાવ્યો હતો.
મહામુનિ બુદ્ધ મંદિર તરીકે પણ ઓળખાતું આ પગોડા મંડલે ટેકરી પર સ્થિત છે અને મ્યાનમારમાં એક મુખ્ય તીર્થસ્થાન છે. લોકો નદી સુધી ફેલાયેલા શહેરનો મનમોહક નજારો જોવા માટે અહીં આવે છે. સૂર્યાસ્ત પછીનો અહીંનો નજારો જોવા લાયક છે. પરંતુ હવે તે ફરી એકવાર તૂટી ગયું છે. તમને જણાવી દઈએ કે મંડલેની મહામુનિ બુદ્ધ પ્રતિમા મ્યાનમાર ઉપરાંત બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે એક પવિત્ર ઇમારત છે. અહીં હંમેશા શ્રદ્ધાળુઓની ભીડ રહે છે, સવાર-સાંજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચે છે.
A before-and-after comparison of Mahamuni Buddha Temple in Mandalay, Myanmar, following the earthquake. #Mahamuni #Buddha #Temple #myanmarearthquake #earthquake #earthquakemyanmar #Myanmar #Myanmarquake pic.twitter.com/LkRRzFYePl
— Shanghai Daily (@shanghaidaily) March 28, 2025
મ્યાનમારમાં ભૂકંપથી ભારે વિનાશ
2016 માં આવેલા ભૂકંપમાં મંડલેમાં આવેલ મહામુનિ પગોડા નાશ પામ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે તેનું સમારકામ કરાવવા માટે પહેલ કરી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મ્યાનમારના પ્રાચીન શહેર બાગનમાં 12 પેગોડાનો જીર્ણોદ્ધાર કર્યો, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી પણ છે.
મ્યાનમારમાં ઘણા વિશ્વ પ્રખ્યાત પેગોડા છે. જેમાંથી એક શ્વેઝીગોન પેગોડા છે. તે મ્યાનમારનો સૌથી પ્રખ્યાત પેગોડા માનવામાં આવે છે. તે બાકન શહેરમાં આવેલું છે અને આ પગોડાને શહેરનું હૃદય કહેવામાં આવે છે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને ભક્તો આખા વર્ષ દરમિયાન અહીં આવતા રહે છે. આ સ્થળ રાજા અનાવર્થના આદેશથી બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મ્યાનમારમાં ધમ્માયંગી પેગોડા, શ્વેડાગોન પેગોડા, સુલે પેગોડા, કુથોડાવ પગોડા પણ ખૂબ પ્રખ્યાત છે. શ્વેજિગોન પગોડાને બાગાનનું હૃદય માનવામાં આવે છે. તેને 11મી સદીમાં રાજા અનવરાથાએ બનાવ્યું હતું. આ મંદિર મ્યાનમારની સાંસ્કૃતિક ધરોહર પણ છે.
ભૂકંપના કારણે વૈલુવુમ મઠ પણ ધરાશાયી થયો હતો. સાગાઈંગ વિસ્તારમાં 90 વર્ષ જૂનો પુલ પણ તૂટી ગયો હતો અને માંડલે-યાંગૂન હાઈવેનો પણ કેટલોક વિસ્તાર ક્ષતિગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદઃ નારોલમાં દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી લાંચ માગતો અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઝડપાયો