ચાર બૉયફ્રેન્ડ ધરાવતી મારી પત્ની મારી હત્યા કરાવશેઃ જાણો કોણે કરી આવી ફરિયાદ?

ગ્વાલિયર, 29 માર્ચ, 2025: ચાર બૉયફ્રેન્ડ ધરાવતી મારી પત્ની મારી હત્યા કરાવશે My wife has four boyfriends તેવી ફરિયાદ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક પુરુષે કરી છે. આ વ્યક્તિ છેલ્લા થોડા દિવસથી જાહેર રસ્તા પર બેસીને ન્યાયની માગણી કરી રહ્યો છે. તેની એવો પણ દાવો છે કે પોલીસ તેની ફરિયાદ લેતી નથી અને તેથી તે રાજ્યના મુખ્યપ્રધાન સમક્ષ સંરક્ષણની માગણી કરી રહ્યા છે.
મળતા અહેવાલ અનુસાર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક વ્યક્તિ તેની પત્નીથી પોતાના જીવને જોખમ હોવાનો આરોપ લગાવીને ધરણા પર બેઠો છે. આ વ્યક્તિએ તેની પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા છે અને મુખ્યમંત્રી સમક્ષ ન્યાય માટે અપીલ કરી છે. વિરોધ પ્રદર્શન પર બેઠેલો માણસ યુવક એક કાગળ દર્શાવી રહ્યો હતો જેના પર લખ્યું હતું, “મુખ્યમંત્રી, કૃપા કરીને મારી પત્નીને સજા આપો”.
આ વ્યક્તિનો આક્ષેપ છે કે તેની પત્નીને ચાર બોયફ્રેન્ડ છે. અને બધા ભેગા મળીને મારી હત્યા કરી શકે છે. પોતાને લાગી રહેલા આ ભયના સમર્થનમાં તેનું કહેવું છે કે, તેની પત્નીએ જ તેના ગેરકાયદે સંબંધો પર ઢાંકપીછોડો કરવા તેના મોટા દીકરાની હત્યા કરાવી દીધી છે.
આ પણ વાંચોઃ ગ્વાલિયરનો વિચિત્ર કિસ્સો: પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળીને પતિને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો
અમિત કુમાર સેન નામના આ ભાઈ ગ્વાલિયરના જનકપુરી વિસ્તારના રહેવાસી છે. તેઓ કહે છે કે તેની પત્નીના ચાર બોયફ્રેન્ડ છે. હાલમાં તે રાહુલ બાથમ નામના પુરુષ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. તેણે કહ્યું કે તેની પત્ની મેરઠ હત્યાકાંડની જેમ તેની હત્યા કરાવી શકે છે.
અમિતે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની અને તેના પ્રેમીએ મળીને તેના મોટા દીકરા હર્ષની હત્યા કરાવી હતી. પત્ની નાના દીકરાને પણ સાથે લઈ ગઈ છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે મેરઠના બ્લુ ડ્રમ હત્યા કેસની જેમ તેમની પણ હત્યા થઈ શકે છે. કારણ કે પત્નીનો પ્રેમી તેને સતત મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.
ગ્વાલિયરના આ પીડિત અમિતનું કહેવું છે કે તેમણે પોલીસમાં ઘણી વખત ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ફૂલબાગ ક્રોસિંગ પર મુખ્યમંત્રી મોહન યાદવના પોસ્ટર નીચે ધરણા પર બેસશે અને સુરક્ષાની માંગ કરશે.
જોકે આ મામલે ગ્વાલિયરના જનકગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિપેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે હાલમાં આવી કોઈ ફરિયાદ મળી નથી, જો ફરિયાદ પહેલા નોંધાઈ હોય તો તેની તપાસ કરવામાં આવશે. આ બાબતે પોલીસે ખાતરી આપી છે કે ફરિયાદ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દીકરી યુરોપ ફરવા ગઈ હતી, અમેરિકા કેવી રીતે પહોંચી અમને ખબર નથીઃ તગેડી મૂકાયેલા ગુજરાતીઓ વિશે જાણો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD