‘મારો પુત્ર જ CM બનશે’ જીત બાદ DyCM ફડણવીસના માતાનો મોટો દાવો; જૂઓ વીડિયો
- કોણ બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી? તે એક મોટો પ્રશ્ન છે
નાગપુર, 23 નવેમ્બર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન ફરી એકવાર સરકાર બનાવવા માટે તૈયાર છે. આ દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું એકનાથ શિંદેને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે પછી આ વખતે ભાજપના નેતા અને DyCM દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસના માતા સરિતા ફડણવીસે કહ્યું કે, “મારો પુત્ર જ મુખ્યમંત્રી બનશે.” મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જીત બાદ આગામી CM અંગે વાત કરતા કહ્યું કે, “જો ચૂંટણીમાં કોઈ વધુ બેઠકો જીતી લે છે તો તે CMનો ચહેરો હોતો નથી.
જૂઓ વીડિયો
#WATCH | Nagpur | As Mahayuti is set to form govt in Maharashtra, Deputy CM & BJP leader Devendra Fadnavi’s mother, Sarita Fadnavis says, “Of course, he will become the CM…It is a big day as my son has become a big leader in the state. He was working hard at all 24 hours…” pic.twitter.com/DontYWe6Hk
— ANI (@ANI) November 23, 2024
મારા પુત્રએ 24 કલાક સખત મહેનત કરી: માતા
DyCM દેવેન્દ્ર ફડણવીસના માતા સરિતા ફડણવીસે કહ્યું કે, “મારો પુત્ર જ મુખ્યમંત્રી બનશે. આ એક મોટો દિવસ છે કારણ કે મારો પુત્ર રાજ્યમાં મોટો નેતા બની ગયો છે. તે 24 કલાક સખત મહેનત કરતો હતો. તેને ન તો ખાવાની પરવા હતી કે ન તો ઊંઘની. તે માત્ર પ્રચાર-પ્રચાર અને પ્રચાર જ કરતો રહ્યો.”
વધુ બેઠકોનો અર્થ CM ચહેરો નથી: CM શિંદે
તે જ સમયે, એકનાથ શિંદેએ ચૂંટણી પરિણામો પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. શિંદેએ કહ્યું કે, જો કોઈને ચૂંટણીમાં વધુ સીટો મળે છે તો તે CMનો ચહેરો નથી. શિંદેના નિવેદનથી સ્પષ્ટ છે કે, તેમણે CM પદ માટે દાવો કર્યો છે.
આ પણ જુઓ: મહારાષ્ટ્રમાં મહાયુતિ જીત તરફ, મુંબઈ BJP કાર્યાલયે લાગ્યું ‘એક છીએ તો સલામત છીએ’નું પોસ્ટર