ટ્રેન્ડિંગનેશનલ

‘બહેનને મારો પતિ, માંને મારા સસરા ભગાવી ગયા, હવે હું ક્યાં જાવું…’ રોતા રોતા મહિલાએ પોલીસને જણાવી આપવીતી

બિહાર, 22 જૂન: બિહારના મુઝફ્ફરપુરમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને તેણીએ પોલીસને કહ્યું, ‘સાહેબ મારી મદદ કરો. મારી નાની બહેનને મારા પતિ અને મારી માતાને મારા સસરા ભગાડીને લઈ ગયા છે. હવે તમે જ કહો કે મારે ક્યાં જવું.’ મહિલાની વાત સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

સાકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની ઘટના

મામલો સાકરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં રહેતી સુધા કુમારી નામની મહિલાએ 9 જૂને પોલીસને કહ્યું, ‘હું ફરીદપુર ગામની રહેવાસી છું. 27 જૂન, 2021ના રોજ મારા લગ્ન છોટુ નામના યુવક સાથે થયા હતા. તે ભગવાનપુરનો રહેવાસી છે. લગ્ન પછી હું અને છોટુ સુખેથી રહેતા હતા. અમારે એક દીકરી પણ છે. જેનું નામ અમે મિસ્ટી આપ્યું છે અને તે માત્ર એક વર્ષની જ છે. દરમિયાન છોટુની મારી સગીર બહેન સાથે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. આ વાતચીત ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની મને ખબર જ ન પડી. છેલ્લા કેટલાક દિવસોથી મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન પણ બદલાઈ ગયું છે. તેમણે મારા પર તમામ પ્રકારના આરોપો લગાવવા માંડ્યા અને મારાથી દૂર રહેવાના તમામ પ્રયાસો કરવા લાગ્યા હતા.

માંને જઈ દિકરીએ કરી ફરિયાદ

સુધાએ કહ્યું કે 3 જૂને છોટુ અને મારી નાની બહેન ઘરેથી ભાગી ગયા હતા. બંનેએ મુઝફ્ફરપુર સ્ટેશન પર લગ્ન કર્યા અને દિલ્હી ગયા છે. સુધાના કહેવા પ્રમાણે આ પછી તે તેના મામાના ઘરે આવી અને સમગ્ર ઘટના તેની માતા ફૂલ કુમારી (45)ને જણાવી. 5 જૂને ફૂલ કુમારીએ તેને કહ્યું કે હું તારા સાસરે જઈને આ અંગે વાત કરીશ. સુધાએ કહ્યું કે માતા તેને પોતાની સાથે તેના સાસરે ના લઈ ગઈ અને તે તેની માતાની રાહ જોતી રહી. પરંતુ માતા પણ પરત ફરી નહીં.

માતા પણ સસરા સાથે ફરાર

પીડિતાએ કહ્યું, ‘થોડા દિવસો પછી મને ખબર પડી કે મારી માતા મારા સસરા બિરાજી ભગત સાથે ગામમાંથી ફરાર થઈ ગઈ છે. તે બંને પણ દિલ્હીમાં રહે છે. હવે ન તો મા મારો ફોન ઉપાડી રહી છે અને ન તો કોઈ મારી સાથે વાત કરી રહ્યું છે. સાહેબ પ્લીઝ મને મદદ કરો. હું નાની છોકરીને લઈને ઘરે-ઘરે ભટકી રહી છું.

મહિલાના પતિનો ખુલાસો

સુધાએ ફરી પોલીસમાં કેસ નોંધાવ્યો. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો તેમણે છોટુ સાથે વાત કરી. આ પછી છોટુએ પોલીસને જે પણ કહ્યું તેનાથી બધા ચોંકી ગયા. છોટુએ કહ્યું, ‘મારી સાસુએ મારા લગ્ન મારી સાળી સાથે કરાવ્યા છે. તેમણે કહ્યું હતું કે તેના બદલામાં તે મને કાર અને પૈસા આપશે. હું બંને પત્નીઓ સાથે રહેવા માંગુ છું.’ પોલીસ હવે આ મામલે કાર્યવાહી કરી રહી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: ઑનલાઈન ગેમ “ફ્રી ફાયર” રમતાં રમતાં યુવકના ચક્કરમાં ફસાયેલી સગીરા આ રીતે બચી

Back to top button