વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે ભારતમાં એક નવી સંરક્ષણ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે જ્યાં આયાત ઘટી રહી છે અને નિકાસ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત NIIO (નેવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિજનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન) સેમિનાર ‘સ્વાવલંબન’માં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારતીય સેનામાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય 21મી સદીના ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આત્મનિર્ભર નૌકાદળ માટે પ્રથમ સ્વાવલંબન સેમિનારનું આયોજન આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
India moving fast from biggest arms importer to major exporter in defence sector: PM Modi
Read @ANI Story | https://t.co/W0nGv2rqrg#PMModi #NIIO #PMModionDefenceexport pic.twitter.com/FtTKmy0G85
— ANI Digital (@ani_digital) July 18, 2022
નૌકાદળના કાર્યક્રમમાં બોલતા મોદીએ કહ્યું, “અમે સરળ ઉત્પાદનો માટે પણ વિદેશી દેશો પર આધાર રાખવાની આદત બનાવી દીધી છે. માદક દ્રવ્યોના વ્યસનીઓની જેમ અમને પણ વિદેશમાંથી ઉત્પાદનો આયાત કરવાની આદત હતી. આ માનસિકતાને બદલવા માટે, અમે ‘સબકા પ્રયાસ’ની મદદથી સંરક્ષણની નવી ઇકોસિસ્ટમ બનાવવા માટે 2014 પછી મિશન મોડ પર કામ કર્યું હતું.” તેમણે ઉમેર્યું, “એવું નથી કે અમારી પાસે પ્રતિભા નથી. અમારી પાસે પ્રતિભા છે. મારા સૈનિકોને એ જ 10 હથિયારો સાથે મેદાનમાં જવા દેવા જે દુનિયા પાસે છે… હું એ જોખમ ન લઈ શકું. મારા જવાન પાસે એવું શસ્ત્ર હશે જેના વિશે વિરોધી વિચારી પણ નહિ શકે.
National defence no longer confined to borders, expanded towards cyber, social space: PM Modi
Read @ANI Story | https://t.co/x4CbMnJ2BF#PMModi #NIIO #cyber pic.twitter.com/JkntQPF4fd
— ANI Digital (@ani_digital) July 18, 2022
ભારતના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાને પડકારતી શક્તિઓ સામે યુદ્ધને વધુ તીવ્ર બનાવવાનું આહ્વાન કરતા પીએમ મોદીએ સોમવારે કહ્યું કે આવા દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવો જરૂરી છે. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે ભારત વૈશ્વિક મંચ પર પોતાને સ્થાપિત કરી રહ્યું છે, ત્યારે પ્રચાર દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે.
India under constant attack through disinformation, false propaganda: PM Modi
Read @ANI Story | https://t.co/1VvXUjHVI1#PMModi #NIIO #Defenceexport pic.twitter.com/mJzz431wr7
— ANI Digital (@ani_digital) July 18, 2022
તેમણે કહ્યું પોતાની જાત પર વિશ્વાસ રાખીને, જે શક્તિઓ ભારતના હિતોને નુકસાન પહોંચાડી રહી છે, પછી ભલે તે દેશમાં હોય કે વિદેશમાં, તેમના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવો પડશે.” મહત્વના પાસા પર ધ્યાન આપવું જોઈએ. આપણે ભારતના આત્મવિશ્વાસને, આપણી આત્મનિર્ભરતાને પડકારતી શક્તિઓ સામેના યુદ્ધને વધુ તીવ્ર બનાવવું પડશે.
વડાપ્રધાને કહ્યું કે રાષ્ટ્રની રક્ષા હવે માત્ર સરહદો સુધી સીમિત નથી રહી, પરંતુ ઘણી વ્યાપક છે, તેથી દરેક નાગરિકને તેના વિશે જાગૃત કરવું પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું, “જે રીતે આપણે આત્મનિર્ભર ભારત માટે ‘હોલ ઑફ ધ ગવર્નમેન્ટ એપ્રોચ’ સાથે આગળ વધી રહ્યા છીએ, એ જ રીતે રાષ્ટ્રની રક્ષા માટે ‘હોલ ઑફ ધ નેશન એપ્રોચ’ એ સમયની જરૂરિયાત છે. ભારતના વિવિધ લોકોની આ સામૂહિક રાષ્ટ્રીય ચેતના સુરક્ષા અને સમૃદ્ધિનો મજબૂત આધાર છે. વડાપ્રધાને કહ્યું કે હવે રાષ્ટ્રીય સુરક્ષા માટેના જોખમો પણ વ્યાપક બની ગયા છે અને યુદ્ધની મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ રહી છે. તેમણે કહ્યું કે પહેલા સંરક્ષણની કલ્પના માત્ર જમીન, સમુદ્ર અને આકાશ સુધી જ કરવામાં આવી હતી, પરંતુ હવે તેનો વ્યાપ અંતરિક્ષ, સાયબર સ્પેસ અને આર્થિક અને સામાજિક જગ્યા તરફ વિસ્તરી રહ્યો છે.