મારી અપીલ છે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઓ, 901મી રામકથા દેશને સમર્પિતઃ મોરારિબાપુ
અમદાવાદઃ ત્રિપુરામાં આયોજિત રામ કથામાં મોરારીબાપુએ તમામ દેશવાસીઓને ભારતની આઝાદીના 75માં વર્ષ એટલે કે આઝાદીના અમૃત મહોત્સવને ધૂમધામથી ઉજવવાની અપીલ કરી છે. સરકારે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવાની યોજના બનાવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને અપીલ કરી છે કે તેઓ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે પોતપોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે.
બાપુએ રામ કથા દરમિયાન કહ્યું હતું કે, ‘હું તમને બધાને પણ અપીલ કરું છું કે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઓ અને 3 દિવસ સુધી તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવો.’ શ્રોતાઓને સંબોધતા તેમણે કહ્યું કે, ‘હું 901મી રામ કથાને ભારતની આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત કરું છું. તે પછી તેઓ દિલ્હી જશે અને કથાનું રસપાન કરાવશે. ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં કોઈ મતભેદ ન હોવો જોઈએ. ભારત આપણો દેશ છે, આપણે દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.’ પૂજ્ય બાપુએ વ્યાસપીઠથી ફરી એકવાર ત્રણ દિવસ સુધી ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને ત્રિપુરાથી જ સંકલ્પ લેવા અપીલ કરી હતી.