મહારાષ્ટ્રમાં MVAએ કરી સીટ વહેંચણીની જાહેરાત, કોણ કેટલી બેઠક પર લડશે?
મહારાષ્ટ્ર, 9 એપ્રિલ: મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)એ સીટ વહેંચણીની જાહેરાત કરી છે. આ અંતર્ગત શિવસેનાના ઉદ્ધવ જૂથને 21 બેઠકો, NCPને 10 બેઠકો અને કોંગ્રેસને 17 બેઠકો ચૂંટણી લડવા માટે મળી છે. મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ત્રણેય પક્ષોના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
महाराष्ट्र में शिवसेना का उद्धव गुट 21 सीटों पर, NCP SCP 10 सीटों पर और कांग्रेस 17 सीटों पर चुनाव लड़ेगी।#LokSabhaElections2024 pic.twitter.com/sCl1hufG9m
— ANI_HindiNews (@AHindinews) April 9, 2024
આ દરમિયાન કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું, ‘કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે. આપણે સરમુખત્યારશાહી સામે લડવું પડશે. ગઠબંધન ખાતર સોનિયા ગાંધીને ED ઓફિસમાં બેસાડવામાં આવ્યા હતા. અમે સીટ વહેંચણીની સમસ્યાનો અંત લાવી દીધો છે. ભાજપને હરાવવા માટે અમારા કાર્યકરોએ પણ મોટું દિલ બતાવવું જોઈએ.’
નાના પટોલેએ વધુમાં કહ્યું, ‘તેઓ અમારા ગઠબંધનને મુસ્લિમ લીગ કહી રહ્યા છે, તેઓ ડરી ગયા છે. અમારી સાથે અસલી એનસીપી અને અસલી શિવસેના છે, લોકો અમારા માટે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ મોદી માટે વોટ માંગી રહ્યા છે. લોકો મોદીને કેમ મત આપશે?’
ઉદ્ધવ ઠાકરે PM પર કર્યા પ્રહાર
શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘દરેકને સીટો પર ચૂંટણી લડવાની ઈચ્છા હોય છે. આમાં કશું ખોટું નથી. જીતવાની ક્ષમતાને પ્રાથમિકતા આપવી જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે આપણી લડાઈ મહત્વપૂર્ણ છે.’
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘ગઈકાલે વડા પ્રધાન મોદી મહારાષ્ટ્રમાં આવ્યા હતા અને ગઈ કાલે સૂર્યગ્રહણ પણ હતું. PM મોદી જો એક પાર્ટીનો પ્રચાર કરવા લાગે એ સારી વાત નથી. હવે જો અમે પણ તેમની ટીકા કરીશું તો યાદ રાખજો કે આપણે દેશના વડાપ્રધાનની ટીકા નહીં પરંતુ આપણે ‘ભ્રષ્ટ જનતા પાર્ટી’ એટલે કે ભાજપના એક નેતાની ટીકા કરી રહ્યા છીએ.’
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “મોદી સિદ્ધાંતોના આધારે નેતૃત્વ આપી શક્યા નથી. તેઓ ગમે ત્યાં કહી રહ્યા છે કે અમે નકલી સેના છીએ…તેઓએ લોકો પર દરોડા પાડ્યા અને ચૂંટણી બોન્ડમાં પૈસા પડાવી લીધા. ભ્રષ્ટ જનતા પાર્ટી અને વસૂલાત સેના તેમની સાથે છે. તેમણે એક વોશિંગ મશીન ખોલ્યું છે. તેમની પાસે ડાઘ દૂર કરે એવું વોશિંગ પાવડર છે.”
આ પણ વાંચો: ક્રિમિનલ્સ અને સંપત્તિવાન ઉમેદવારો પ્રથમ તબક્કાની લડશે ચૂંટણી