ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

સરસોંના શાકનો સ્વાદ પણ પડી શકે છે ભારે, જાણો કોણે ન ખાવું?

  • સરસોંના શાકમાં ઘણા બધા ફિનોલ્સ અને ફ્લેવોનોઈડ્સની સાથે ફાઈબર, પ્રોટીન, વિટામીન કે, મેંગેનીઝ, કેલ્શિયમ, વિટામીન બી-6, વિટામીન સી અને અન્ય પોષક તત્વો પણ હોય છે.

ઠંડી શરૂ થતાની સાથે જ મકાઈની રોટી અને સરસોંના શાકની ખુશ્બુ ભારતીય રસોડાને મહેકાવા લાગે છે. આ સીઝનની ખાવાના શોખીન લોકોને આતુરતાથી રાહ રહે છે. સરસોંના શાકમાં ઘણા બધા ફિનોલ્સ અને ફ્લેવોનોઈડ્સની સાથે ફાઈબર, પ્રોટીન, વિટામીન કે, મેંગેનીઝ, કેલ્શિયમ, વિટામીન બી-6, વિટામીન સી અને અન્ય પોષક તત્વો પણ હોય છે. આ કારણ છે કે સરસોંનું શાક ફક્ત ખાવામાં સ્વાદિષ્ટ હોય છે એવું નથી, પરંતુ તે હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આરોગ્ય માટે સારું હોવા છતાં શું તમે જાણો છો કે કેટલાક લોકોને સરસોનું શાક ખાવાની મનાઈ કેમ હોય છે? વધુ માત્રામાં તેનું સેવન કરવાથી વ્યક્તિએ આરોગ્ય સાથે જોડાયેલી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

સરસોંનું શાક ખાવાના નુકશાન

સરસોંના શાકનો સ્વાદ પણ પડી શકે છે ભારે, જાણો કોણે ન ખાવું? hum dekhenge news

પેટ સંબંધિત પરેશાની

જો તમે પહેલેથી જ પેટને લગતી કોઈ તકલીફથી પરેશાન હો તો સરસોંના શાકનું સેવન કરવાથી બચો. સરસોંનું શાક પચવામાં ભારે હોય છે. તે પેટ ફુલવું, અપચો, ગેસની સમસ્યા જેવી તકલીફો આપે છે.

બ્લડ પ્રેશરની સમસ્યા

સરસોંનું શાક બનાવતી વખતે તેમાં ઘી અને માખણનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે, જો તમે પહેલેથી જ બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન હો તો સરસોંના શાકનું સેવન સમજી વિચારીને કરો.

પથરીની સમસ્યા

જે લોકોને પથરીની સમસ્યા છે, તેને સરસોંના શાકનું સેવન સમજી વિચારીને કરવું જોઈએ. તેના કારણે પથરીમાં થતો દુઃખાવો વધી જાય છે. જો તમે એસિડિટીથી પરેશાન રહેતા હો તો તમારે તેનું સેવન કરવાથી બચવું જોઈએ. તેમાં રહેલા ફાઈબર તમારી એસિડિટીની તકલીફ વધારી શકે છે.

હાર્ટના પેશન્ટ

હાર્ટ પેશન્ટે પણ સરસોંના શાકનું સેવન ન કરવું જોઈએ, કેમકે તેમાં વિટામીન કે મળી આવે છે. તે બ્લડને જમાવવાનું કામ કરે છે, જે હાર્ટના આરોગ્ય માટે ખતરાની નિશાની છે.

એલર્જીની સમસ્યા

જે લોકોને સરસોંના શાકની એલર્જી હોય છે, તેમને વધુ સેવનથી ત્વચા પર રેશીઝ અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે.

ધ્યાન રાખો

સરસોંનુ શાક એક પૌષ્ટિક આહાર છે, પરંતુ તે સંતુલિત માત્રામાં જ ખાવું જોઈએ. જો તમે કોઈ બીમારીથી પીડાવ છો તો ડોક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરો.

આ પણ વાંચોઃ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ ઘરે બેઠા લાઈવ જોઈ શકાશે, જાણો કેવી રીતે?

Back to top button