‘મુસ્લિમો માત્ર શરિયત અને કુરાનનું પાલન કરશે’, આસામ સરકારના નિર્ણયથી મુસ્લિમ નેતાઓ થયા નારાજ
આસામ, 24 ફેબ્રુઆરી : મુસ્લિમ સમુદાયના નેતાઓ(Muslim community leaders) ‘આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ’ને રદ કરવાની આસામ સરકારની જાહેરાતનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યના વરિષ્ઠ નેતા બદરુદ્દીન અજમલનું કહેવું છે કે આવું કરીને તેઓ મુસ્લિમોને ભડકાવવા માંગે છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને કહ્યું કે “મુસ્લિમો માત્ર શરિયત અને કુરાનનું(Shariah and the Quran) પાલન કરશે.” એક નેતાએ કહ્યું કે આ કાયદાને રદ્દ કરીને ‘હિંદુ મતદારોના(Hindu voters) ધ્રુવીકરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સપાના સાંસદ એસટી હસને કહ્યું કે ‘આ બાબતોને વધારે હાઇલાઇટ કરવાની જરૂર નથી. મુસ્લિમો ફક્ત શરિયત અને કુરાનનું પાલન કરશે. તેઓ (સરકાર) ઇચ્છે તેટલા કાયદાઓ બનાવી શકે છે. બધા ધર્મોની પોતાની માન્યતાઓ છે. હજારો વર્ષોથી લોકો તેને અનુસરે છે અને ભવિષ્યમાં પણ અનુસરતા રહેશે.’
‘મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ’
આસામમાં ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અથવા AIUDFના ચીફ બદરુદ્દીન અજમલે કહ્યું કે, ‘તેઓ (સરકાર) મેરેજ અને ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટને રદ્દ કરીને મુસ્લિમોને ઉશ્કેરવા માંગે છે. મુસ્લિમો ગુસ્સે નહીં થાય. તેના દ્વારા રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગે છે.’
બદરુદ્દીન અજમલે કહ્યું, “અમે આ મુદ્દા પર ચૂંટણી પછી વિરોધ કરીશું. આ મુદ્દા પર વાત કરવામાં આવશે, પરંતુ અત્યારે નહીં, ચૂંટણી પછી. અત્યારે અમે ચૂપ રહીશું. કાઝી લોકો ભિખારી નથી અને કોઈ એક રૂપિયો પણ નથી લેતું.”
“ભાજપ હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવા માંગે છે”
આસામમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટને રદ્દ કરવાના નિર્ણય પર કોંગ્રેસના નેતા અબ્દુર રશીદ મંડલે તેને ભેદભાવપૂર્ણ નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આસામ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવા અને બહુપત્નીત્વ રોકવામાં નિષ્ફળ રહી છે. હવે ચૂંટણી પહેલા ભાજપ મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ ઉભો કરીને હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવા માંગે છે.
“આસામમાં UCC લાવવાની સરકારની હિંમત નથી”
બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયુડીએફના ધારાસભ્ય હાફિઝ રફીકુલ ઈસ્લામે કહ્યું કે હિમંતા બિસ્વા સરમા સરકારમાં યુસીસી લાવવાની હિંમત નથી. તેમણે કહ્યું, “આ સરકારમાં UCC લાવવાની હિંમત નથી. તેઓ તે કરી શકતા નથી. તેઓ આસામમાં પણ UCC લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મને લાગે છે કે તેઓ તે કરી શકતા નથી. જો સરકારમાં હિંમત હોય તો તે UCC આસામ લાવી શકે છે.” “જ્યાં ઘણી જાતિઓ અને સમુદાયો રહે છે… ભાજપના લોકો પોતે તે પ્રથાઓનું પાલન કરે છે.”
મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા કાયદો શું છે?
આ કાયદો 1935માં બ્રિટિશ રાજ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. હાલમાં જ આસામ સરકારે તેને રદ્દ કરવા માટે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે. આ દ્વારા આસામ સરકારનું કહેવું છે કે તેઓ રાજ્યમાં મુસ્લિમોમાં બાળ લગ્નના મુદ્દાને ખતમ કરવા માંગે છે. અધિનિયમમાં એવી જોગવાઈઓ હતી જે વર અને કન્યા સગીર હોય તો પણ લગ્નની નોંધણીની મંજૂરી આપે છે, અને તેને રદ કરવાના પગલાએ ચર્ચા જગાવી છે.