ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘મુસ્લિમો મને વોટ નથી આપતા, હું પણ તેમની સાથે નથી’ વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીનું મોટું નિવેદન

Text To Speech

સંદેશખલી, 1 જાન્યુઆરી, 2025: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને બીજેપીના વરિષ્ઠ નેતા શુભેંદુ અધિકારી મંગળવારે સંદેશખલી પહોંચ્યા હતા. શુભેંદુ અધિકારીએ કહ્યું કે, NRC બંગાળમાં લાગુ થવી જોઈએ. તેમણે કહ્યું કે, તેઓ ક્યારેય મુસ્લિમોનો સાથ નહીં આપે કારણ કે મુસ્લિમો તેમને મત નથી આપતા. રાજ્યમાં એક કરોડથી વધુ રોહિંગ્યા છે. તેમને અહીંથી દૂર કરવા જોઈએ. જ્યારે પણ ભાજપ અહીં સત્તામાં આવશે, જે રીતે યુપીના સીએમ યોગી ત્યાં કરી રહ્યા છે, તે જ અહીં પણ થશે.

શુભેંદુ અધિકારીએ TMC પર નિશાન સાધ્યું 

મહત્ત્વપૂર્ણ છે કે, શુભેંદુ અધિકારીએ મંગળવારે એક રેલી યોજી હતી અને આરોપ લગાવ્યો હતો કે TMC સરકારે તેની પાર્ટીના નેતાઓના કથિત ગેરવર્તણૂકનો વિરોધ કરી રહેલી મહિલાઓ પર ખોટા આરોપો લગાવ્યા છે. જાહેર સભાને સંબોધતા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અધિકારીએ બેનરજીને “તોફાની ઇરાદાઓ” ધરાવતા વ્યક્તિ તરીકે ગણાવ્યા. તેમણે વચન આપ્યું કે, જો 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવશે તો સ્થાનિક તૃણમૂલ નેતાઓ દ્વારા કથિત અત્યાચારની તપાસ માટે એક કમિશનની રચના કરવામાં આવશે.

મમતા બેનરજી પર ગંભીર આરોપો

શુભેંદુ અધિકારીએ કહ્યું કે, મમતા બેનરજીએ 2024ની લોકસભા ચૂંટણી પહેલા સંદેશખલીમાં માતાઓ અને બહેનોની ધરપકડ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તૃણમૂલના શાહજહાં શેખ જેવા સ્થાનિક મજબૂત નેતાઓ દ્વારા કરવામાં આવેલા દુષ્કૃત્યો સામે અવાજ ઉઠાવવા બદલ તેમની (માતાઓ અને બહેનો) વિરુદ્ધ ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો ભાજપ સત્તામાં આવશે તો તમારે (મમતા બેનર્જી) આવા જુલમને પ્રોત્સાહન આપવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, 2024ની શરૂઆતમાં, સંદેશખલીમાં સ્થાનિક ટીએમસી નેતાઓ દ્વારા કથિત જમીન પચાવી પાડવા અને મહિલાઓની જાતીય સતામણી અંગે ભારે વિરોધ પ્રદર્શન થયા હતા.

આ પણ જૂઓ: નવા વર્ષની ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો

Back to top button