ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુસ્લિમ મહિલાએ મોદી-યોગીના વખાણ કર્યા તો પતિએ મોં સળગાવ્યું, તલાક આપ્યા

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક – 22 ઑગસ્ટ :  અયોધ્યામાં એક મુસ્લિમ મહિલાને મોદી-યોગીની પ્રશંસા કરવી મોંઘી પડી. પતિએ પહેલા પત્નીને સળગાવી અને પછી તેને તીન તલાક આપી દીધા. પીડિતાએ મારપીટનો પણ આક્ષેપ કર્યો હતો. પીડિતાએ અયોધ્યા અને બહરાઈચ બંને જિલ્લાની પોલીસને કાર્યવાહી કરવા વિનંતી કરી છે. હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. યુવતીએ વીડિયો વાયરલ કર્યો છે અને સીએમ યોગીને કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. પહેલા તેને માર મારવામાં આવ્યો અને પછી ઘરની બહાર કાઢી મૂકી, સમાધાન બાદ તે તેને ઘરે લઈ ગયો અને ત્યાં ત્રણ તલાક આપ્યા.

મરિયમ મોહમ્મદ શરીફ બહરાઈચની રહેવાસી છે. 13 ડિસેમ્બર, 2023 ના રોજ, તેણીના લગ્ન અયોધ્યા કોતવાલી નગર હેઠળના મોહલ્લા દિલ્હી દરવાજાના રહેવાસી ઇસ્લામના પુત્ર અરશદ સાથે થયા હતા. મહિલાએ જણાવ્યું કે લગ્ન પછી જ્યારે હું મારા પતિ સાથે અયોધ્યા ગઈ અને લતા ચોક રોડની સુંદરતા અને તમામ વિકાસ કાર્યો જોયા તો મને ખૂબ સારું લાગ્યું. મને અયોધ્યાનું વાતાવરણ પણ ખૂબ ગમ્યું, જેના પર મેં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા અને કહ્યું કે યોગીજીએ ખરેખર અયોધ્યામાં ઘણું કામ કર્યું છે. આ બાબતે મારા પતિ ગુસ્સે થયા અને ત્યાંથી જ તેમણે મને પિયર મોકલી દીધી. તેમને મેં ઘણા ફોન કર્યા અને દરેક વખતે તેણે મને અયોધ્યા આવવાની ના પાડી. આમછતાં જ્યારે હું અયોધ્યા પહોંચી ત્યારે કેટલાક લોકોએ અમારા વચ્ચે સમાધાન કરાવ્યું.

આ દરમિયાન જ્યારે હું ફરીથી મારા સાસરે પહોંચી ત્યારે મારા પતિએ મને ત્રણ તલાક આપી માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂકી. આ દરમિયાન સાસુ અને નણંદે મને રોકી હતી અને મને બહાર ન જવા દેવાનું કહ્યું હતું. બધાએ મારો હાથ પકડીને મારું ગળું દબાવવાનું શરૂ કર્યું જેના કારણે હું બેહોશ થવા લાગી. મારા સાસુના કહેવાથી પતિ અરશદ રસોડામાંથી સ્ટવ પર રાખેલી ગરમ દાળ લાવ્યો અને મારા ચહેરા પર ફેંકી દીધી. હું ખરાબ રીતે દાઝી ગઈ. મહિલાનો આરોપ છે કે તે ધક્કા ખાઈ રહી છે અને તેને ન્યાય નથી મળી રહ્યો.

આ પણ વાંચો : સુઈગામના બોરુમાં રાત્રિ સભા યોજાઈ, યોજનાઓનો અમલ કરવા કલેકટરની સૂચના

Back to top button