મુસ્લિમ સ્ત્રીને ઇસ્લામ પસંદ નથી, રોજ ડુક્કરનું માંસ ખાય છે; કોર્ટમાં ધર્મ પર પિટિશન દાખલ કરી
ઇન્ટરનેશનલ ડેસ્કઃ મલેશિયામાં ધર્મ પરિવર્તનનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ મહિલાએ કહ્યું છે કે, ‘તેણે ક્યારેય ઈસ્લામ કબૂલ કર્યો નથી.’ સ્થાનિક હાઈકોર્ટ મહિલાની અરજી પર 15 જૂને સુનાવણી હાથ ધરશે. મહિલાનું કહેવું છે કે, તેને મુસ્લિમ માતા-પિતાએ જન્મ આપ્યો હોવાં છતાં તેણે ક્યારેય આ ધર્મ સ્વીકાર્યો નથી. તેમણે બૌદ્ધ ધર્મને અનુસરવાની વાત કરી છે.
અરજી પર દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે 15 જૂને ચુકાદો સંભળાવવાની તારીખ આપી છે. મહિલાએ કોર્ટ પાસે માંગ કરી છે કે, કોર્ટ જાહેર કરે કે તે મુસ્લિમ નથી. આ સાથે તેણે પોતાની અરજીમાં કોર્ટ પાસે એ પણ નક્કી કરવાની માંગ કરી છે કે શરિયા કોર્ટને કોઈ વ્યક્તિને ઈસ્લામ ધર્મમાંથી બહાર કરવાનો અધિકાર છે કે નહીં?.
તમને જણાવી દઈએ કે, મહિલા શરિયા હાઈકોર્ટે જુલાઈ 2020ની અરજી પર ડિસેમ્બર 2021માં મુસ્લિમ ધર્મ છોડવાને માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મહિલાની માંગ છે કે, કોર્ટ દ્વારા આ વચગાળાના આદેશ પર રોક લગાવવી જોઈએ. મહિલાનું પ્રતિનિધિત્વ કરતા વકીલોનું કહેવું છે કે, તેના માતા-પિતાના છૂટાછેડા બાદ તેનો ઉછેર તેની માતાએ કર્યો હતો. વકીલે મહિલાની માતા પર ઈસ્લામ ધર્મ લાદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
મહિલાએ પોતાની અરજીમાં કોર્ટને કહ્યું કે તેણે ક્યારેય ઈસ્લામના ઉપદેશોને અપનાવ્યા નથી. તે તેમાં માનતી નથી. મહિલાએ કોર્ટમાં એ પણ જણાવ્યું કે તે નિયમિતપણે ભુંડનું માંસ અને આલ્કોહોલનું સેવન કરે છે. ઈસ્લામમાં આ પ્રતિબંધિત છે. જો કે, બૌદ્ધ ધર્મમાં આવા કોઈ પ્રતિબંધ નથી.