નેશનલ

મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ઓપરેશન થિયેટરમાં હિજાબ પહેરવાની કરી માંગ, કોલેજે કહ્યું- આ શક્ય નથી

  • મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી સાત મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ઓપરેશન થિયેટરમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી હતી. જો આમ ન થઈ શકે તો તેમણે કોલેજ પ્રશાસનને પણ વિકલ્પ બતાવ્યો હતો.

કેરળ: કર્ણાટકથી શરૂ થયેલી હિજાબ વિવાદ ભલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે પેન્ડિંગ હોય, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં તે સમયાંતરે માથું ઊંચકતો જાય છે. આવો જ એક કિસ્સો કેરળમાં પણ સામે આવ્યો છે. અહીંની તિરુવનંતપુરમ મેડિકલ કોલેજની સાત મુસ્લિમ યુવતીઓએ પ્રિન્સિપાલને ઓપરેશન થિયેટરમાં લાંબી બાંયના સ્ક્રબ જેકેટ્સ અને સર્જિકલ હૂડ પહેરવાની માંગ કરી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર: વિદ્યાર્થીનીઓએ આ માંગ માટે હિજાબ પહેરવાનું જરૂરી ગણાવ્યું હતું, પરંતુ ઓપરેશન થિયેટરમાં આ શક્ય ન હતું જેથી યુવતીઓએ હિજાબના વિકલ્પ તરીકે લાંબી સ્લીવ સ્ક્રબ જેકેટ અને સર્જિકલ હૂડ પહેરવાની પરવાનગી માંગી છે. આ માંગને લઈને સાત વિદ્યાર્થીનીઓએ કોલેજના પ્રિન્સિપાલને પત્ર લખ્યો છે. પત્રમાં તેણે ઓપરેશન થિયેટરની અંદર હિજાબ પહેરવાની મંજૂરી ન આપવા પર પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે.

મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ઓપરેશન થિયેટરમાં હિજાબ પહેરવાની કરી માંગ, કોલેજે કહ્યું- આ શક્ય નથી

મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પત્રમાં શું લખ્યું?

એક અહેવાલ મુજબ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 7 મુસ્લિમ વિદ્યાર્થિનીએ પત્રમાં લખ્યું છે કે તેમને તેમની ધાર્મિક માન્યતાઓના આધારે હંમેશા માથું ઢાંકવું પડે છે. ઇસ્લામમાં મુસ્લિમ મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે.

પત્ર અનુસાર ઓપરેશન થિયેટરમાં હિજાબ પહેરવું શક્ય નથી. હિજાબ પહેરતી સ્ત્રીઓ માટે, હોસ્પિટલ અને ઓપરેશન થિયેટરના નિયમોનું પાલન કરવું અને ધાર્મિક પોશાક પહેરતી વખતે નમ્રતા જાળવવી વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર USA પાસેથી વધુ કિંમતે ખરીદી રહી છે પ્રિડેટર ડ્રોન્સ: કોંગ્રેસ

કોલેજના પ્રિન્સિપાલનું શું કહેવું છે?

પત્રની પ્રાપ્તિની પુષ્ટિ કરતા, તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. લિનેટ જે મોરિસે જણાવ્યું હતું કે તે લાંબી બાંયના સ્ક્રબ જેકેટ્સ અને હૂડનો ઉપયોગ કરવા માંગે છે, TOI અહેવાલ આપે છે. મેં તેને કહ્યું કે આ શક્ય નથી, કારણ કે ઓપરેશન દરમિયાન તમારે તમારા હાથ સંપૂર્ણપણે ધોવા પડશે. અમે એસેપ્ટિક પર્યાવરણ માટે વૈશ્વિક ધોરણોનું પાલન કરીએ છીએ. મેં તેમને કહ્યું છે કે હું તેમની માંગ પર કંઈ કરી શકીશ નહીં.

તેમણે કહ્યું કે આ અંગે સર્જનો અને ચેપ નિયંત્રણ નિષ્ણાતોની બેઠક બોલાવવામાં આવી છે. દર્દીની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે એક સમિતિ બોલાવીશું, જેમાં બંને પક્ષોને જોવામાં આવશે. અમારું ધ્યાન દર્દીની સલામતી પર રહેશે, જેની સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.

આ પણ વાંચો: IND Vs PAKની મેચ દરમિયાન વરસાદ પડશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું?

Back to top button