ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

મસ્કનું મોટુ એલાન : હવે બ્લુ રંગની સાથે ટ્વિટરમાં આવશે આ રંગોની ટિક

ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે એક મોટું એલાન કર્યુ છે, બ્લુ ટિકના લીધે ચર્ચામાં રહેલ મસ્કે હાલ બ્લુ ટિક પર વસૂલાતા ચાર્જને હાલ મૂલવતી રાખ્યો છે અને સાથે સાથે હવે બ્લુ ટિક સિવાય અન્ય 2 નવી ટિકનો પણ સમાવેશ કર્યો છે. એલોન મસ્કે ટ્વિટર પરના વેરિફાઈડ એકાઉન્ટ માટે હવે બ્લુ ટિક સિવાય ગોલ્ડન અને ગ્રે ટિક બહાર પાડી છે, જેની સેવાઓ ટૂંક સમયમાં જ શરુ કરવામાં આવશે.

આ પણ વાંચો : Jio 5G : ગુજરાતના 100% વિસ્તારમાં કવરેજ મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું, કેવી રીતે થશે એક્ટિવ ?

કયા રંગની ટ્વિટ કોના માટે ? 

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કનું કહેવું છે કે ટ્વિટરની વેરિફાઈડ સર્વિસ ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. મસ્કએ શુક્રવારે જાહેરાત કરી હતી કે કંપની ટ્વિટર એકાઉન્ટ્સ માટે વિવિધ રંગીન ટિક માર્ક રજૂ કરવાની યોજના શરૂ કરશે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે કહ્યું કે આવતા સપ્તાહથી ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક માર્ક સિવાય ગોલ્ડન અને ગ્રે ટિક માર્ક શરૂ થશે. મસ્કે જણાવ્યું કે કંપનીઓ માટે ગોલ્ડન ટિક માર્ક એ કંપનીઓના વેરિફાઈડ એકાઉન્ટ માટે, ગ્રે ટિક સરકાર તેમજ સરકારી સંસ્થાઓ માટે અને સામાન્ય લોકો તેમજ સેલિબ્રેટીઓ માટે બ્લુ ટિક માર્કસ આપવામાં આવશે.

મસ્કે ટ્વીટ કરી આપી જાણકારી 

મસ્કે ટ્વીટ કરી કહ્યુ હતુ કે વિલંબ બદલ માફ કરશો. અમે આવતા સપ્તાહથી વેરિફાઈડ પોલિસીમાં ફેરફાર કરી રહ્યા છીએ. કંપનીઓ માટે ગોલ્ડન ટિક માર્ક, સરકાર અને સરકારી સંસ્થાઓ માટે ગ્રે અને સામાન્ય લોકો માટે બ્લુ ટિક માર્ક આપવામાં આવશે. તે પીડાદાયક છે પરંતુ જરૂરી છે.

બ્લુ ટિક પર વસૂલાતા ચાર્જ હાલ મોકૂફ

મસ્કે છેતરપિંડી રોકવા માટે બ્લુ ટિક વેરિફિકેશન પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. આ માટે ટ્વિટરે $8ને બદલે બ્લુ ટિક આપવાની સ્કીમ શરૂ કરી હતી. પરંતુ બાદમાં કંપનીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. મસ્કે કહ્યું હતું કે જ્યાં સુધી તે ટ્વિટર પર ફેક એકાઉન્ટની સમસ્યાનું સમાધાન નહીં શોધે ત્યાં સુધી બ્લુ ટિક માટેની પેઇડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવશે નહીં.

મસ્કે કરી હતી કર્મચારીઓની છટણી 

મસ્કે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે તમામ વેરિફાઈડ એકાઉન્ટના બ્લુ ટિક માર્ક સમાન રહેશે. તમને જણાવી દઈએ કે ટ્વિટરનો હવાલો સંભાળ્યા બાદ મસ્ક સતત ઘણા ફેરફારો કરી રહ્યા છે. સૌથી પહેલા તેણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો. આ પછી તેણે કંપનીના હજારો કર્મચારીઓને પણ છૂટા કરી દીધા.

Back to top button