નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, એલોન મસ્ક, લોકોને શેરોમાં કેવી રીતે રોકાણ કરવું તે જણાવવા માટે ટ્વિટર પર ગયા છે, જે રોકાણકારોને છેતરવાની સંભાવનાને ઘટાડી શકે છે. મસ્કે રવિવારે ટ્વીટ કર્યું હતું કે ઘણા લોકોએ તેમની પાસેથી રોકાણની સલાહ માંગી છે અને તેથી જ તેઓ શેરબજારમાં રોકાણ કેવી રીતે કરવું તેની ટિપ્સ આપી રહ્યા છે.
Since I’ve been asked a lot:
Buy stock in several companies that make products & services that *you* believe in.
Only sell if you think their products & services are trending worse. Don’t panic when the market does.
This will serve you well in the long-term.
— Elon Musk (@elonmusk) May 1, 2022
મસ્કે જણાવ્યું હતું કે લોકોએ તેઓ જે ઉત્પાદનો અથવા સેવાઓ પર વિશ્વાસ કરે છે તેના શેર ખરીદવા જોઈએ.
તેમણે કહ્યું કે એક કંપનીમાં રોકાણ કરવાને બદલે ઘણી કંપનીઓમાં પૈસા રોકવા જોઈએ.
મસ્કે વધુમાં જણાવ્યું હતું કે તમારી મૂડી ત્યારે જ પાછી ખેંચી લો જો એવું લાગે કે કંપની સારું પ્રદર્શન કરી રહી નથી. બજારમાં નાસભાગ થાય ત્યારે ગભરાશો નહીં.
તેમણે કહ્યું કે આ રીતે રોકાણ કરવાથી લાંબાગાળાનો ફાયદો મળશે.