ટ્રેન્ડિંગવર્લ્ડ

મસ્ક X પર 200M ફોલોવર્સ મેળવનારા પ્રથમ વ્યક્તિ બન્યા, ઓબામા-રોનાલ્ડોને છોડ્યા પાછળ

Text To Speech
  • 131.9 મિલિયન ફોલોઅર્સ સાથે ભૂતપૂર્વ US પ્રમુખ બરાક ઓબામા અને 113.2 મિલિયન ફોલોઅર્સ સાથે પ્રખ્યાત ફૂટબોલર રોનાલ્ડો પાછળ છે

નવી દિલ્હી, 4 ઓક્ટોબર: ટેક અબજોપતિ ઇલોન મસ્ક ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 200 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. Xને તેમણે ઓક્ટોબર 2022માં 44 બિલિયન ડોલરમાં ખરીદી હતી. Xના માલિક પછી આ લિસ્ટમાં, 131.9 મિલિયન ફોલોઅર્સ સાથે ભૂતપૂર્વ US પ્રમુખ બરાક ઓબામા અને 113.2 મિલિયન ફોલોઅર્સ સાથે પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આવે છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, મસ્કના મોટાભાગના ફોલોઅર્સ નકલી છે અને લાખો નવા નિષ્ક્રિય એકાઉન્ટ્સને કારણે આ સંખ્યામાં વધારો થયો છે. જો કે, દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

જાણો જસ્ટિન બીબર અને રિહાનાના કેટલા ફોલોઅર્સ?

લોકપ્રિય પોપ સિંગર જસ્ટિન બીબર 110.3 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા સ્થાને છે અને રિહાના 108.4 મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા સ્થાને છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. જેની મસ્ક દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. હવે તેમના 102.4 મિલિયન ફોલોઅર્સ છે.

મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે, X પાસે હવે 600 મિલિયનથી વધુ માસિક સક્રિય યુઝર્સ (MAU) અને લગભગ 300 મિલિયન દૈનિક સક્રિય યુઝર્સ (DAU) છે.

અમેરિકામાં Xનો ઉપયોગ ઓલ-ટાઇમ હાઇ પર: મસ્ક

ટેસ્લા અને સ્પેસના માલિક અનુસાર, X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૃથ્વી માટે એક ગ્રુપ ચેટ બની ગયું છે, જેને સમગ્ર વિશ્વમાંથી સૌથી વધુ ટ્રાફિક મળે છે. ટેક અબજોપતિનો ઉદ્દેશ્ય તેને “એવરીથિંગ એપ” બનાવવાનો છે જ્યાં લોકો મૂવીઝ અને ટીવી શો પોસ્ટ કરી શકે અને ડિજિટલ પેમેન્ટ પણ કરી શકે. મસ્કે એવો પણ દાવો કર્યો હતો કે, અમેરિકામાં Xનો ઉપયોગ ઓલ-ટાઇમ હાઇ પર પહોંચી ગયો છે.

Xની કિંમત માત્ર $9.4 બિલિયન હોવાની શક્યતા

આ સપ્તાહની શરૂઆતમાં, વૈશ્વિક રોકાણ કંપની ફિડેલિટીએ મસ્ક દ્વારા સંચાલિત X (અગાઉ ટ્વિટર)માં તેના હિસ્સાના મૂલ્યમાં 78.7 ટકાનો ઘટાડો કર્યો હતો. જેનો અર્થ એ થયો કે, X સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કિંમત માત્ર $9.4 બિલિયન થવાની સંભાવના છે.

આ પણ જૂઓ: વ્યક્તિએ 130 વર્ષ જૂના કેમેરાથી ખેંચી રગ્બી મેચની તસવીરો, ફોટો જોઈને દંગ રહી જશો

Back to top button