હત્યા કે આત્મહત્યા? કર્ણાટકમાં એક જ ઘરમાં ચાર લોકોના મૃતદેહ મળતા સનસનાટી


કર્ણાટક, 18 ફેબ્રુઆરી; ૨૦૨૫: કર્ણાટકના મૈસુરમાં સોમવારે વિશ્વેશ્વરનગરમાં એક એપાર્ટમેન્ટમાંથી એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. 45 વર્ષીચ ચેતન નામના શખ્સે તેની પત્ની રૂપાલી, માતા પ્રિયમવદા અને 15 વર્ષીય પુત્ર કુશલને ઝેર આપ્યા પછી બીજા રૂમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આત્મહત્યાનું કારણ સામે આવ્યુ નથી અને કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી.” તેથી આ હત્યા કે આત્મહત્યા તે પ્રશ્ન છે.
કર્ણાટકના મૈસુરમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૃતકોની ઓળખ હસન જિલ્લાના ગોરુર ગામના 45 વર્ષીય વેપારી ચેતન, તેમની 43 વર્ષીય પત્ની રૂપાલી, 15 વર્ષીય પુત્ર કુશલ અને ચેતનની 62 વર્ષીય માતા પ્રિયમવદા તરીકે થઈ છે.
પોલીસના એક અધિકારીએ પ્રારંભિક તપાસના હવાલાથી જણાવ્યું કે શંકા છે કે ચેતને પોતાના પરિવારના સભ્યોને ઝેર આપ્યું અને પછી પોતે ફાંસી લગાવી દીધી. જોકે, તેમના મોતના યોગ્ય કારણનો ખુલાસો થઈ શક્યો નથી. પોલીસે કહ્યું કે હત્યા કે આત્મહત્યા છે તે ઘટનાની વિસ્તૃત તપાસ શરૂ કરી દેવાઈ છે.
એવી શંકા છે કે ચેતને પરિવારજનોને ઝેર આપીને પોતે પણ આત્મહત્યા કરી. જોકે ઘરમાં ઝેરનો કોઈ અંશ મળ્યો નથી. હાલ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હાલ આ ચારેયના મૃત્યુ કેવી રીતે થયા તે પોલીસ માટે એક મોટું રહસ્ય છે. શું ચારેય જણાએ આત્મહત્યા કરી હતી કે કોઈએ તેમની હત્યા કરી હતી? આવા અનેક પ્રશ્નોના જવાબ પોલીસ શોધી રહી છે.
આ પણ વાંચો…ઓનલાઈન કે કાઉન્ટર, ક્યાંથી ટ્રેન ટિકિટ લેવી સસ્તી પડશે? રેલવે મિનિસ્ટરે સત્ય જણાવ્યું