ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીર ડીજી જેલ હેમંત લોહિયાની હત્યા, ગૃહમંત્રીના પ્રવાસ સમયે મોટી ઘટના

Text To Speech

જમ્મુ અને કાશ્મીર જેલના ડીજી એચકે લોહિયાની જમ્મુના ઉદયવાલામાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, પોલીસે લોહિયાનો મૃતદેહ તેના ઘરેથી કબજે કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે. આશ્ચર્યની વાત એ છે કે, ઉચ્ચ અધિકારીની શંકાસ્પદ હત્યાની ઘટના બની ત્યારે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. સત્તાવાર સૂત્રોએ રહસ્યમય સંજોગોમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

હત્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ

હેમંત કુમાર લોહિયા જ્યારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેમના ઘરના નોકર યાસિરે તેમના પર હુમલો કર્યો અને કેચપની બોટલ વડે તેમનું ગળું કાપી નાખ્યું. જે બાદ તેમને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જમ્મુની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશ સિંહે ડીજી જેલના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યં કે, જમ્મુ અને કાશ્મીર પોલીસ પરિવાર તેમના વરિષ્ઠ અધિકારીના મૃત્યુ પર ઊંડો દુ:ખ વ્યક્ત કરે છે, 1992 બેચના આઈપીએસ અધિકારીને આ વર્ષે ઓગસ્ટમાં ડીજી જેલ તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા.

જમ્મુના ADGP મુકેશ સિંહે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હેમંત લોહિયા ડીજી જેલનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો છે. ક્રાઈમ સીનની પ્રથમ તપાસમાં હત્યાનો આ શંકાસ્પદ મામલો સામે આવ્યો છે. અધિકારીની ઘરેલું મદદગારી ફરાર છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમ અને ક્રાઈમ ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના જમ્મુના પ્રવાસે, જાણો આખો કાર્યક્રમ

ગૃહમંત્રીનો જમ્મુ કાશ્મીર પ્રવાસ

તમને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની જ્યારે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે છે. અમિત શાહ સોમવારે રાત્રે જ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા. ગૃહમંત્રી અહીં અનેક યોજનાઓની જાહેરાત કરવાના છે. તે પહેલાં ફરી એકવખત કાશ્મીર ઘાટી લોહિયાળ બની રહી છે અને જેના કારણે સરકાર ચિંતિત થઈ રહી છે.

Back to top button