બેંગ્લોરમાં ખાનગી કંપનીના CEO અને MDનું મર્ડર; તલવાર લઇને ઓફિસમાં ઘૂસ્યો હુમલાખોર
બેંગ્લોર: કર્ણાટકથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. એક ખાનગી કંપનીના માલિક અને એમડીને પૂર્વ કર્મચારી દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાના ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી તલવાર લઈને ઓફિસમાં ઘૂસી ગયો હતો અને બે લોકેને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મળી રહેલી માહિતી અનુસાર, એરોનિક્સ ઈન્ટરનેટ કંપનીના CEO વેણુ કુમાર અને MD ફણીન્દ્ર સુબ્રમણ્યની ભૂતપૂર્વ કર્મચારી દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. આરોપી તેમની ઓફિસમાં ઘુસી ગયો હતો અને તેમના પર તલવાર વડે હુમલો કરી દીધો હતો.
Bengaluru, Karnataka | The Chief Executive Officer (CEO) Vinu Kumar and MD Phanindra Subramanya of Aeronics Internet Company were killed by a former employee. The accused barged into their office and attacked them with a sword. Both died on the way to the hospital. The attacker,… pic.twitter.com/qWiki9mi2c
— ANI (@ANI) July 11, 2023
ડીસીપી નોર્થ-ઈસ્ટ બેંગ્લોર લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે બંનેના હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થઈ ગયા હતા. હુમલાખોર ફેલિક્સ ફરાર છે. વધુ તપાસ ચાલુ છે. પોલીસે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, અત્યાર સુધી મર્ડર કેમ કરવામાં આવ્યા તે અંગેની માહિતી સામે આવી નથી.