બનાસકાંઠા : પાલનપુરના ટોકરીયા ગામના ૧૧ વર્ષીય માસુમની હત્યા
- ઘરે ન ફરતા પરિવારે કિશોરની શોધખોળ હાથ ધરી હતી
- પરિવારજનોએ કિશોરના અપહરણ ફરિયાદ નોંધાવી હતી
- ગામની સીમમાંથી કિશોરનો હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર
બનાસકાંઠા 16 જુલાઈ 2024 : પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે રહેતા ૧૧ વર્ષીય મોહમ્મદ શેરસીયા નામનો માસુમ કિશોર ઘરેથી ગામમાં ગયો હતો. ત્યારબાદ પરત ઘરે ન ફરતા પરિવારે કિશોરની શોધખોળ હાથ ધરી હતી પરંતુ એક દિવસ વિતવા છતાં કિશોરનો કોઈજ પત્તો ન લાગતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. ત્યારબાદ પરીવારે ગઢ પોલીસમાં જાણ કરી હતી જેથી પોલીસે કિશોરની અપહરણની ફરિયાદ બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ સોમવારે મોડી સાંજે ટોકરીયા ગામની સીમમાંથી કિશોરનો હત્યા થયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની ગામને ખબર પડતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા જિલ્લા પોલીસવાડા અક્ષય રાજ મકવાણા સહિત પોલીસ કાફલો અને ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ પીએમ માટે લાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પરિવારના સભ્યો જણાવ્યું હતું કે, ટોકરીયા ગામેથી રવિવારે કિશોર ગુમ થયો હતો જેથી આ અંગેની અપહરણ ની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર અને પોલીસે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો અને સોમવારે ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અમારી માંગ છે કે કોઈપણ સમાજનો આરોપી હોય તેને ઝડપી લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે આવે જેથી બીજા કોઈ પરીવારને પોતાનો દિકરો ગુમાવવાનો વારો ન આવે તેવી માંગ છે.
આ પણ વાંચો : બાવળા: બોગસ હોસ્પિટલ અનન્યા મલ્ટીસ્પેશિયાલિટીનાં બોગસ ડો.ધર્મેન્દ્ર આહીરની ધરપકડ, શું કહે છે DYSP મેઘા તેવર જાણો!!