ટ્રેન્ડિંગમનોરંજન

ભૂત બનીને આવ્યો મુન્નીનો પ્રેમી ‘મુંજ્યા’, હોરરથી વધારે કોમેડી છે આ ફિલ્મ

  • મુંજ્યા હોરર ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ
  • શાપિત ગામમાં જોવા મળશે મુંજ્યાનો કહેર
  • હોરર અને કોમેડી પેકેજ છે આ ફિલ્મ

મુંબઈ, 24 મે: હોરર ફિલ્મ મુંજ્યાના ડરામણા ટીઝર બાદ તેનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરનો દરેક સીન ફની છે. ફિલ્મ હોરર છે પણ સ્ટોરી કોમેડીથી ભરપૂર છે. ટ્રેલર જોયા બાદ યુઝર્સ ખૂબ જ હસી રહ્યા છે.

હોરર ફિલ્મો કોને ન ગમે? હૃદયમાં ડર હોવા છતાં પણ લોકો તેને જોવા માટે તલપાપડ થતાં હોય છે. તાજેતરમાં, સુપરનેચરલ થ્રિલર ‘શૈતાન’ રીલિઝ થઈ હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે બીજી એક હોરર ફિલ્મ મોટા પડદા પર આવવાની છે, જે તમને ડરાવી તો દેશે પણ સાથે જ તમને હસાવશે.

સ્ત્રીના મેકર્સ દ્વારા બનાવવામાં આવેલી હોરર ફિલ્મ ‘મુંજ્યા’ની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જ્યારે ફિલ્મનું ટીઝર રીલિઝ થયું ત્યારે દર્શકો ખુશીથી ગદગદ થઈ ગયા હતા. લોકોમાં નેક્સ્ટ લેવલનો ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે ફિલ્મનું ટ્રેલર પણ બહાર આવ્યું છે. ‘મુંજ્યા’નું ડરામણું ટ્રેલર જોઈને તમે થોડીવાર માટે ડરી જશો, પરંતુ આ ફિલ્મ તમને હસવા પર મજબૂર કરી દેશે.

શાપિત ગામમાંથી આવ્યો મુંજ્યા

મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘મુંજ્યા’ની સ્ટોરી એક શાપિત ગામની છે, જ્યાં એક પ્રેમી મુંજ્યા તેની મુન્ની પાસે પાછા જવા માટે ગામમાં આતંક મચાવે છે. તે વર્ષો સુધી પોતાના પૂર્વજની રાહ જુએ છે, જે તેને અભય વર્મામાં મળે છે. ફિલ્મનું ટ્રેલર માત્ર ડરામણું જ નથી પણ કોમેડીથી પણ ભરપૂર છે.

મુન્ની સાથે લગ્ન કરવા માંગતો હતો મુંજ્યા

ટ્રેલર ચેટુકવાડી ગામથી શરૂ થાય છે. માત્ર આ ગામ જ શ્રાપિત નથી, પરંતુ તે ગામમાં સ્થિત વૃક્ષ, જ્યાં મુંજ્યાની રાખ દફનાવવામાં આવી છે, તે પણ શ્રાપિત છે. કહેવાય છે કે તે મુન્ની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારથી તે તેના વંશજની રાહ જોઈ રહ્યો છે. તે વંશજને મળ્યા બાદ તેની છેલ્લી ઈચ્છા પૂરી કરશે.

કોમેડી હોરર ફિલ્મ

મુંજ્યા તેના વંશજને અભય વર્મામાં શોધે છે અને તેની પાછળ જાય છે. અભયની માતાનું પાત્ર ભજવતી મોના સિંહ શાપિત ગામની સ્ટોરી સાથે રૂબરૂ આવે છે. ટ્રેલરનો છેલ્લો સીન ડરામણો છે, જે તમને ડરાવી શકે છે. પરંતુ વચ્ચેની વાર્તા તમને હસવા પર મજબૂર કરી દેશે.

સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો, આદિત્ય સરપોતદાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મોના સિંહ, અભય વર્મા, શર્વરી વાઘ અને સત્યરાજ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 7 જૂન, 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં આવશે.

આ પણ વાંચો: ભૈયાજી રિવ્યુ: એકલા મનોજ બાજપાઈથી ફિલ્મ ચાલશે?

Back to top button