ગુજરાત : સૌરાષ્ટ્રની 16 પૈકી 14 પાલિકાઓમાં પ્રમુખપદનું સુકાન મહિલાઓને સોંપાયું

- 16 નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી થઇ
- દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કોમલબેન પ્રકાશભાઇ ડાભી
- મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડિમ્પલબેન સોલંકી
ગુજરાતમાં સૌરાષ્ટ્રની 16 પૈકી 14 પાલિકાઓમાં પ્રમુખપદનું સુકાન મહિલાઓને સોંપાયું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી તથા દ્વારકા જિલ્લાની 16 નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી સંપન્ન થઇ તેમાં 15 પાલિકામાં ભાજપે જ્યારે દ્વારકા જિલ્લાની સલાયા પાલિકામાં કોંગ્રેસે બહુમતિ મેળવી છે.
16 નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી થઇ
આ તમામ 16 નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. 16માંથી 14 નગરપાલિકામાં પ્રમુખ પદે સત્તાનું સુકાન મહિલાઓને સોંપાયું છે. જ્યારે જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની એક બેઠકની ચૂંટણી બાકી હોવાથી તે પૂર્ણ થયા બાદ હોદેદારોના નામો જાહેર થશે.
મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડિમ્પલબેન સોલંકી
મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડિમ્પલબેન સોલંકી, ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણીની વરણી થઇ છે. જ્યારે હળવદ પાલિકામાં પ્રમુખ તરીકે ફોરમબેન વિશાલભાઇ રાવલ તથા ઉપપ્રમુખ તરીકે સતીષભાઇ પટેલની વરણી થઇ છે. રાજકોટ જિલ્લાની જેતપુર પાલિકામાં પ્રમુખ પદે મેનાબેન રાજેશભાઇ ઉસદડિયા, ઉપપ્રમુખ પદે સ્વાતિબેન સંજયભાઇ જોટાંગિયા અને કારોબારી ચેરમેનપદે વિજયભાઇ મનસુખભાઇ ગુજરાતીની વરણી થઇ છે. ધોરાજી પાલિકામાં પ્રમુખ તરીકે સંગીતાબેન ચેતનભાઇ બારોટ, ઉપપ્રમુખ તરીકે ચિન્ટુભાઇ કોયાણી અને કારોબારી ચેરમેન તરીકે સી.સી. અંટાળાની નિમણૂંક કરાઇ છે. ઉપલેટા પાલિકામાં પ્રમુખ પદે વર્ષાબેન ભૂપતભાઇ ગજેરા, ઉપપ્રમુખપદે જીજ્ઞાાબેન વ્યાસ તથા કારોબારી ચેરમેન પદે મિતલબેન સુવાની વરણી થઇ છે.
ભાયાવદર પાલિકામાં પ્રમુખ પદે રેખાબેન સીણોજીયા
ભાયાવદર પાલિકામાં પ્રમુખ પદે રેખાબેન સીણોજીયા, ઉપપ્રમુખ પદે સંજયભાઇ પરમારની વરણી થઇ છે. જસદણ પાલિકામાં પ્રમુખપદે જીતેન્દ્રભાઇ પ્રાગજીભાઇ છાયાણીની તથા ઉપપ્રમુખ પદે હિતેશભાઇ થડેશ્વરની નિયુક્તિ થઇ છે. જામનગરની કાલાવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે રંજનબેન પ્રફુલભાઇ રાખોલીયા, ઉપપ્રમુખ પદે દયાબેન રમેશભાઇ ઝાપડાની તથા કારોબારી ચેરમેન તરીકે અશ્વિનભાઇ ઝિંઝુવાડીયાની વરણી કરવામાં આવી છે. જામજોધપુર પાલિકામાં પ્રમુખપદ માટે કંચનબેન રમેશગીરી ગોસ્વામીની, ઉપપ્રમુખ પદે દિલીપભાઇ જાવીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન એક ઉમેદવારનું અવસાન થતાં એક બેઠકની ચૂંટણી બાકી રહી હતી. અને હવે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધ્રોલ નગરપાલિકાના નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવશે.
અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકામાં પ્રમુખ તરીકે દયાબેન જમોડ
અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકામાં પ્રમુખ તરીકે દયાબેન જમોડ, ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ ધોળકિયા અને કારોબારી ચેરમેન તરીકે પારૂલબેન ડેરની વરણી થઇ છે. રાજુલા નગરપાલિકામાં પ્રમુખ તરીકે જ્યોતિબેન મયુરભાઇ દવેની તથા ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઇ વાઘની વરણી કરવામાં આવી છે. જાફરાબાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે રવિનાબેન પ્રફુલભાઇ બારૈયા અને ઉપપ્રમુખ તરીકે નીરવભાઇ ઠાકરની વરણી કરવામાં આવી છે. ચલાલા નગરપાલિકામાં પ્રમુખ તરીકે નયનાબેન વનરાજભાઇ વાળા, ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઇ માલવીયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેન સોલંકીની વરણી કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કોમલબેન પ્રકાશભાઇ ડાભી
દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કોમલબેન પ્રકાશભાઇ ડાભી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ કરજણભા માણેક અને કારોબારી ચેરમેન તરીકે પરેશભાઇ જાખરીયાની વરણી કરવામાં આવી છે. સલાયા નગરપાલિકા કોંગ્રેસે હસ્તગત કરી છે. જેમાં પ્રમુખ તરીકે જુલેખાબેન અબ્બાસ ભાયા તેમજ ઉપપ્રમુખ તરીકે સાલેમામદ જુસબ ભાગાડની વરણી કરવામાં આવી છે. જ્યારે ભાણવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રિયેશભાઇ ઉનડકટ, ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાાબેન જોષી અને કારોબારી ચેરમેન તરીકે ચેતનભાઇ રાઠોડની વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કેમ તાપમાન ગગડયું, શું છે હવામાન વિભાગની આગાહી