મુંબઈ તોફાન: હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થયો, કંપની પર થઈ FIR
- ઘાટકોપરમાં ગેરકાયદે હોર્ડિંગ પડી જવાની ઘટનામાં 74 લોકો ઘાયલ
મહારાષ્ટ્ર, 14 મે: મુંબઈમાં ધૂળના તોફાનને કારણે સોમવારે ઘાટકોપર વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આજે મંગળવારે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે અને ઓછામાં ઓછા 74 લોકો ઘાયલ થયા છે. NDRFની ટીમોએ હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ હોર્ડિંગ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.
Four people killed while 61 got injured in billboard at Chheda Nagar, Ghatkopar, Mumbai collapse incident. This giant hoarding turned out to be illegal hoarding. Ego Media agency is owner of this hoarding erected it without BMC permission. (1) pic.twitter.com/pcDhY3I12n
— Sudhir Suryawanshi (@ss_suryawanshi) May 13, 2024
#WATCH | Mumbai’s Ghatkopar hoarding collapse incident: Visuals of the rescue operations from the spot.
The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. pic.twitter.com/6A9rcebtVX
— ANI (@ANI) May 14, 2024
આ હોર્ડિંગ પંત નગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક પેટ્રોલ પંપ પર પડ્યું જ્યાં ઘણા લોકો હાજર હતા. આ હોર્ડિંગ અંદાજે 17,040 ચોરસ ફૂટનું હતું અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. BMC અનુસાર, તે સ્થાન પર ચાર હોર્ડિંગ્સ હતા અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (મુંબઈ રેલ્વે) માટે મંજૂર કરવામાં આવ્યા હતા. BMCના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલવે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવ્યું ન હતું.”
#WATCH | Mumbai’s Ghatkopar hoarding collapse incident: Rescue and search operation underway by NDRF
The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. pic.twitter.com/YpdCDeu5fb
— ANI (@ANI) May 14, 2024
BMCએ એજન્સી વિરુદ્ધ FIR દાખલ કરી જેણે બિલબોર્ડ લગાવ્યું હતું
બિલબોર્ડ બનાવનાર એજન્સી મેસર્સ ઇગો મીડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ BMCએ FIR નોંધી છે. BMCએ કહ્યું છે કે, તેની બાજુથી 40 x 40 ચોરસ ફૂટના મહત્તમ કદના હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, જે હોર્ડિંગ પડ્યું તેનું કદ 120 x 120 ચોરસ ફૂટ હતું. BMCએ એજન્સી (M/s EGO)ને પરવાનગીના અભાવે તાત્કાલિક અસરથી તેના તમામ હોર્ડિંગ્સ દૂર કરવા નોટિસ જારી કરી છે.
હોર્ડિંગ્સની યોગ્ય રીતે દેખાઈ તે માટે 8 વૃક્ષોને ઝેર આપવામાં આવ્યું હતું
BMC હેડક્વાર્ટર ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધા બાદ BMC કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે, ‘તે ગેરકાયદેસર હોર્ડિંગ હતું. જે જગ્યાએ આ ઘટના બની ત્યાં રેલવેની જમીન પર ચાર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા અને તેમાંથી એક પડી ગયું છે. BMC એક વર્ષથી હોર્ડિંગ્સ લગાવવા સામે વાંધો ઉઠાવી રહી હતી. છેડા નગર જંકશન પાસે આઠ વૃક્ષોને ઝેર આપવામાં આવ્યું હતું જેથી હોર્ડિંગ્સ યોગ્ય રીતે દેખાઈ શકે (વૃક્ષોના મૂળમાં રસાયણો નાખવામાં આવ્યા હતા જેથી કરીને તેમને સૂકવવામાં આવે). આ સંબંધમાં BMCએ 19 મે, 2023ના રોજ FIR નોંધાવી હતી.
CM શિંદેએ 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સોમવારે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂપિયા 5 લાખની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી અને કહ્યું કે, ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. બીજી ઘટનામાં વડાલામાં લોખંડનું માળખું તૂટી પડ્યું હતું. 4:22 વાગ્યે, વડાલાના બરકત અલી નાકામાં શ્રીજી ટાવર પાસે મેટલ/સ્ટીલ પાર્કિંગ ધરાશાયી થયું. રસ્તાના કિનારે પાર્ક કરાયેલા અનેક વાહનો તેની સાથે અથડાયા હતા. કારની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)એ તેને બચાવી લીધો.
આ પણ જુઓ: મુંબઈમાં આફતનો વરસાદ ! મીની વાવાઝોડામાં 3 ના મૃત્યુ, 59 ઘાયલ