મુંબઈ પોલીસે શુક્રવારે ગોરેગાંવ વિસ્તારમાં આવેલી એક આલીશાન હોટલમાં દરોડા પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રીની સુમન યાદવની ધરપકડ કરવાનો તેમજ ત્રણ મોડલને મુક્ત કરવાનો દાવો કર્યો છે. પોલીસે આ મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : યુવરાજસિંહની વ્હારે આવ્યું કોંગ્રેસ, આ મોટા નેતાઓએ આપ્યું સમર્થન
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે પોલીસ ટીમે શુક્રવારે સાંજે હોટલના રૂમમાં દરોડા પાડ્યા હતા. તેઓએ જણાવ્યું કે 24 વર્ષીય ભોજપુરી અભિનેત્રી સુમન યાદવ કથિત રીતે એજન્ટ તરીકે કામ કરતી હતી અને મોડલ્સને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેતી હતી. અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલી અભિનેત્રી ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત હિન્દી, પંજાબી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં OTT શો અને ગીતના આલ્બમ્સમાં પણ જોવા મળી છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરી રહી છે.