ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવિશેષ

પ્રોપર્ટીના વાર્ષિક ભાવ વધારાના મામલામાં મુંબઈ એશિયા પેસિફિકમાં ત્રીજા ક્રમે, જાણો કિંમત

Text To Speech
  • મનિલામાં 29.2 ટકા અને ટોક્યોમાં 12.8 ટકાના વાર્ષિક ભાવ વધારા સાથે પહેલા અને બીજા ક્રમે

મુંબઈ, 24 નવેમ્બર: પ્રાઇમ હાઉસિંગ પ્રોપર્ટીના વાર્ષિક ભાવ વધારામાં સપ્ટેમ્બર 2024ના ક્વાર્ટર દરમિયાન એશિયા પેસિફિક ક્ષેત્રમાં મુંબઈ ત્રીજા ક્રમે છે. આ માહિતી આપતા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન મુંબઈમાં વાર્ષિક 11.5 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો. રિપોર્ટ અનુસાર, સમીક્ષા હેઠળના સમયગાળામાં પ્રાઇમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના સંદર્ભમાં મનિલામાં 29.2 ટકા અને ટોક્યોમાં 12.8 ટકાનો વાર્ષિક ભાવ વધારો થયો હતો. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે, “મુંબઈ એશિયા પેસિફિક ક્ષેત્ર માટે મુખ્ય રહેણાંક મિલકત ભાવ વૃદ્ધિ સૂચકાંકમાં ત્રીજા ક્રમે છે.”

પ્રોપર્ટીની કિંમતોમાં 11.5% વધારો

2024ના ત્રીજા ક્વાર્ટરમાં મુંબઈમાં હાઉસિંગ પ્રોપર્ટીની કિંમત વાર્ષિક ધોરણે 11.5 ટકા વધી છે. એશિયા પેસિફિક ક્ષેત્રમાં મુંબઈએ 14મુ સૌથી મોંઘું પ્રાઇમ રેસિડેન્શિયલ માર્કેટ છે, જેની સરેરાશ કિંમત Q3 2024 સુધીમાં US$ 953 પ્રતિ ચોરસ ફૂટ છે. એશિયા પેસિફિક ક્ષેત્રમાં વાર્ષિક મુખ્ય હાઉસિંગ પ્રાઇસ ગ્રોથ ઈન્ડેક્સમાં દિલ્હી પાંચમા અને બેંગલુરુ સાતમા ક્રમે છે.

દિલ્હીની ખાન માર્કેટ

દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત ખાન માર્કેટ સૌથી મોંઘા રિટેલ સ્થળોની વૈશ્વિક યાદીમાં 22મા ક્રમે છે. અહીં વાર્ષિક ભાડું પ્રતિ ચોરસ ફૂટ US$229 (રૂ. 19,000થી વધુ) છે. કુશમેન એન્ડ વેકફિલ્ડ (C&W) અનુસાર, ઇટલીમાં મિલાનનું વાયા મોન્ટે નેપોલિયન પ્રતિ ચોરસ ફૂટ US$2,047ના વાર્ષિક ભાડા સાથે વિશ્વનું સૌથી મોંઘું સ્થાન બની ગયું છે. તે ન્યૂયોર્કના અપર 5મી એવન્યુ(49મીથી 60મી સ્ટ્રીટ)ને વટાવી ગયું છે, જ્યાં ભાડું પ્રતિ ચોરસ ફૂટ US$2,000 છે.

આ પણ જૂઓ: આ 5 શેર તમને કરોડપતિ બનાવી શકે છે, કિંમત પણ છે 10 રૂપિયાથી ઓછી 

Back to top button