ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈ પોલીસને કૉલ આવ્યો, “મુંબઈમાં કોઈ મોટી ઘટના બનવાની છે”

Text To Speech
  • મુંબઈના પોલીસ કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિએ ફોન કર્યો
  • ફોન કરનારે પોતાની ઓળખ શોએબ તરીકે આપી
  • તેણે કહ્યું કે શહેરમાં આગામી દિવસોમાં કોઈ મોટી ઘટના બની શકે છે કારણ કે કેટલાક લોકો આ માટે કાવતરું રચી રહ્યા છે

મુંબઈ, 22 નવેમ્બર: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરીને કહ્યું કે, મુંબઈમાં કોઈ મોટી ઘટના બનવાની છે. આ સમાચાર મળતા જ હંગામો મચી ગયો છે. અહેવાલો અનુસાર ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, મુંબઈમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે કેટલાક લોકો કાવતરૂં ઘડી રહ્યા છે. માહિતી આપનાર વ્યક્તિએ પોતાનું નામ શોએબ હોવાનું જણાવ્યું છે. તેણે પોલીસને કેટલાક લોકોના ફોન નંબર પર આપ્યા હતા જે મુંબઈમાં કથિત રીતે કોઈ કાવતરૂં ઘડી રહ્યા છે.

‘સમા અને આસિફ સાથે મળીને કાવતરું ઘડી રહ્યા છે’

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કોલ મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, ગુજરાતની રહેવાસી સમા નામની મહિલા જમ્મુ-કાશ્મીરના રહેવાસી આસિફના સંપર્કમાં છે. આસિફ અને સમા મુંબઈમાં મોટો કાંડ કરવાની યોજના બનાવી રહ્યા છે. શોએબે પોલીસને સમા અને આસિફના ફોન નંબર પણ આપ્યા છે. આ ધમકીભર્યા ફોન આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. મુંબઈ પોલીસ તરત એક્શનમાં આવી ગઈ છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

બોમ્બે હાઈકોર્ટના જજોને હુમલાની ધમકી આપવામાં આવી હતી

ઓક્ટોબરમાં એક વ્યક્તિએ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચને પત્ર લખીને ધમકી આપી હતી કે, જો તેઓ પ્રોપર્ટી વિવાદ કેસમાં વિપરીત ચુકાદો આપશે તો બે જજ પર બોમ્બથી હુમલો કરી દેશે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ કહ્યું હતું કે, નાગપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, નાગપુર બેંચને આ પત્ર 11 ઓક્ટોબરે મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમરાવતીમાં વરુડ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારાને પડકારતી પ્રભાકર કાળેની અરજી પર પ્રતિકૂળ ચુકાદો આવવાની સ્થિતિમાં બે ન્યાયાધીશો ઉપર બોમ્બથી હુમલો કરવામાં આવશે.

આ પણ વાંચોપાસપોર્ટ વેરિફિકેશન માટે લોકોને હવે પોલીસ મથકે નહીં જવું પડે, પોલીસ પણ ઘરે નહીં આવે

Back to top button