ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ઈન્દ્રાણી મુખર્જી પરની નેટફ્લિક્સની સિરીઝ મુંબઈ હાઇકોર્ટ દ્વારા સ્થગિત

  • નેટફ્લિક્સ આ ડોક્યુમેન્ટરીને રિલીઝ કરતા પહેલા CBIને બતાવશે: બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ, 22 ફેબ્રુઆરી: શીના બોરા મર્ડર કેસમાં ઈન્દ્રાણી મુખર્જી ટ્રાયલનો સામનો કરી રહી છે. મુખર્જી પર બનેલી ડોક્યુમેન્ટરી સિરીઝ “ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી, ધ બરીડ ટ્રુથ” (The Indrani Mukerjea Story: Buried Truth) પર બોમ્બે હાઇકોર્ટે રોક લગાવી છે.  નેટફ્લિક્સે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે, નેટફ્લિક્સ ઈન્દ્રાણી મુખર્જી પરની વેબસિરીઝ 29 ફેબ્રુઆરી સુધી રિલીઝ કરશે નહીં. CBIએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી તેની રીલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી.

 

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેઓ ઈન્દ્રાણી મુખર્જી પરની ડોક્યુમેન્ટ્રી સીરિઝને રિલીઝ કરશે નહીં, જે તેની પુત્રી શીના બોરાની હત્યાના આરોપ હેઠળ સુનાવણીનો સામનો કરી રહી છે. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેંચે સિરીઝના નિર્માતાઓને પ્રોસિક્યુશન એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) માટે સિરીઝની વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી સીરિઝની રીલીઝને રોકી દેવામાં આવી

‘ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ ધ બરીડ ટ્રુથ’ નામની આ ડોક્યુમેન્ટ-સિરીઝ 25 વર્ષીય શીના બોરાના ગુમ થવાની વાર્તા કહે છે, જે આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાની હતી. પરંતુ સીબીઆઈએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની રીલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી. જેને પગલે હાઇકોર્ટની બેંચે ગુરુવારે રીલીઝના નિર્માતાઓને એ જણાવવા કહ્યું કે, “શું તે CBI માટે સિરીઝની સ્ક્રીનિંગનું આયોજન કરવા ઇચ્છુક છે.” કોર્ટે પૂછ્યું કે, “સીબીઆઈને સિરીઝ જોવાની મંજૂરી કેમ ન આપવી જોઈએ? ડોક્યુમેન્ટરી-સિરીઝ શેર કરવામાં શું મુશ્કેલી છે?”

કેસમાં જણાવવામાં આવ્યું કે, જ્યારે આરોપીને અધિકારો છે, તો ફરિયાદ પક્ષ અને પીડિતાને પણ અધિકારો છે. Netflix તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ રવિ કદમે શરૂઆતમાં વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તે પ્રી-સેન્સરશિપ સમાન થશે.

CBIએ વહેલો કોર્ટનો સંપર્ક કરવો જોઈએ

બેંચે કહ્યું કે, CBIએ સીરિઝ વિરુદ્ધ કોર્ટનો સંપર્ક વહેલો કરવો જોઈએ તેમ હતો અને છેલ્લી ક્ષણ સુધી રાહ જોવી જોવાની જરૂર ન હતી. જો કે, ખંડપીઠે કહ્યું કે, આ કેસની સુનાવણી હજુ ચાલુ છે અને સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. તે (શ્રેણીનું પ્રકાશન) એક અઠવાડિયા સુધી મોકૂફ રાખવામાં આવી શકે છે. એક અઠવાડિયું મોડું થશે તો કઈ આકાશ પડી જવાનું નથી”

વરિષ્ઠ વકીલ રવિ કદમે કહ્યું કે, “જો કોર્ટ ઈચ્છે તો તે સીરિઝ પણ જોઈ શકે છે.” જેના પર બેંચે કટાક્ષ કર્યો કે, “તેમની પાસે સિરીઝ જોવાનો સમય નથી.” જો કે, કોર્ટે સીબીઆઈના વકીલ શ્રીરામ શિરસાટને સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન સિરીઝ જોવા માટે પણ કહ્યું હતું. કોર્ટે કહ્યું કે, તમારા (CBI) અધિકારી જે વિચારી અને સમજી શકે છે તે કાયદા અધિકારી કરતા અલગ છે. તમે (શિરસત) કોર્ટના ઓફિસર છો. અમે તમને તે જોવાની તક આપી રહ્યા છીએ.

આ કેસની આગામી સુનાવણી 29મી ફેબ્રુઆરીએ થશે

આ પછી વરિષ્ઠ વકીલ રવિ કદમે બેંચને નિવેદન આપ્યું હતું કે, 29 ફેબ્રુઆરીએ કેસની આગામી સુનાવણી સુધી ડોક્યુમેન્ટ્રી-સિરીઝ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે નહીં. સીરિઝમાં પાંચ સાક્ષીઓની મુલાકાત લેવામાં આવી છે, જેમાં ઈન્દ્રાણીના પુત્ર મિખાઈલ (શીનાનો ભાઈ) અને પીટર મુખર્જી, ઈન્દ્રાણીની પુત્રી વિધી મુખર્જીનો સમાવેશ થાય છે. આ પાંચ સાક્ષીઓમાંથી આ ત્રણ સાક્ષીઓના નિવેદનો ટ્રાયલ કોર્ટ દ્વારા હજુ સુધી નોંધવામાં આવ્યા નથી.

સીબીઆઈએ મંગળવારે સીરિઝ સામેની તેની અરજી ફગાવી દીધા બાદ સીબીઆઈ હાઈકોર્ટમાં ગઈ હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ટ્રાયલ કોર્ટ સમક્ષ અત્યાર સુધીમાં 237માંથી 89 સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે.

2012માં શીના બોરાની કરવામાં આવી હતી હત્યા

એપ્રિલ 2012માં ઈન્દ્રાણી, તેના તત્કાલિન ડ્રાઈવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્ના દ્વારા કારમાં બોરાની કથિત રીતે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. શીના બોરાએ ઈન્દ્રાણીના આ પહેલાના પતિથી પુત્રી હતી. તેના મૃતદેહને પડોશી રાયગઢ જિલ્લાના જંગલમાં સળગાવી દેવામાં આવ્યો હતો.

હત્યા 2015માં બહાર આવી હતી જ્યારે રાયે અન્ય કેસમાં ધરપકડ કર્યા પછી હત્યા વિશે ખુલાસો કર્યો હતો. ઈન્દ્રાણીની ઓગસ્ટ 2015માં ધરપકડ કરવામાં આવી હતી અને મે-2022માં તેને જામીન મળ્યા હતા. આ કેસના અન્ય આરોપીઓ રાય, ખન્ના અને પીટર મુખર્જી પણ જામીન પર છે.

આ પણ જુઓ: નીતિશ ભારદ્વાજની પત્નીએ કિડનેપિંગના આક્ષેપને ઠુકરાવ્યો, કહ્યું દીકરીઓ પિતાને મળીને ટ્રોમામાં

Back to top button