ટ્રેન્ડિંગનેશનલ

મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેનનું શનિવારે નહીં થાય ઉદ્ઘાટન, ઓડિશા અકસ્માત બાદ કાર્યક્રમ રદ

Text To Speech

બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ (કોરોમંડલ એક્સપ્રેસ) ટ્રેનના કેટલાક કોચ શુક્રવારે ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહંગા બજારમાં પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 70 લોકોના મોત અને ઓછામાં ઓછા 350 લોકો ઘાયલ થયા હોવાની માહિતી જારી કરવામાં આવી છે. અકસ્માતને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશના અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

અકસ્માતની ગંભીરતાને જોતા વડાપ્રધાનના કાર્યક્રમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પીએમ મોદી શનિવારે મુંબઈ-ગોવા માટે પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. જે મોકૂફ રાખવામાં આવી છે. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમએ ટ્વીટ કર્યું અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાત કરી.

આ પણ વાંચોઃ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 70ના મોત, PMOએ કરી વળતરની જાહેરાત

એક રેલવે અધિકારીએ જણાવ્યું કે હાવડા જતી 12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા બહાનાગા બજારમાં પાટા પરથી ઉતરી ગયા અને અન્ય ટ્રેક પર પડ્યા. “આ પાટા પરથી ઉતરી ગયેલા કોચ 12841 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ અને તેના કોચ પણ પલટી ગયા.” અધિકારીએ જણાવ્યું કે કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલગાડી સાથે અથડાઈ, જેના કારણે માલગાડી પણ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગઈ.

અકસ્માત બાદ વળતરની જાહેરાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવથી લઈને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે વિપક્ષી દળોમાં કોંગ્રેસના નેતાઓએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ આ દર્દનાક અકસ્માત અંગે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે.

ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોને સોરો, ગોપાલપુર અને ખંટાપાડા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકોને બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Back to top button