મુંબઈ: નશીલા ડ્રિંક પીવડાવી વિદ્યાર્થીની પર કર્યો ગેંગરેપ, બેની ધરપકડ
- મુંબઈમાં બે લોકોએ એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ધટના પ્રકાશમાં આવી છે. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો, ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરી અને બે આરોપીઓની ધરપકડ કરી છે.
મુંબઈઃ મુંબઈ શહેરના ચેમ્બુર વિસ્તારમાં 19 વર્ષની કોલેજ કરતી વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ચેમ્બુરમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ક્વાર્ટરમાં એક ફ્લેટમાં એક વિદ્યાર્થી પર સામૂહિક બળાત્કાર થયો હતો. હાલમાં, પીડિત યુવતીના નિવેદનના આધારે ચેમ્બુર પોલીસે આઈપીસીની કલમ 376, 376 (ડી), 328 અને 34 હેઠળ બે લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંનેને 20 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હતા
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આરોપી અને પીડિતા પહેલાથી જ એકબીજાને ઓળખે છે. બંને એક જ બિલ્ડિંગમાં રહે છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ પીડિતાને ઠંડા પીણામાં નશો કરીને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા આરોપીના ઘરે રસોઈ બનાવવાની સામગ્રી લેવા ગઈ હતી. આરોપીના પરિવારજનો કોઈ અંગત કામ માટે ઘરની બહાર ગયા હતા. ઘરે કોઈ ન હોવાથી આરોપીએ તેના મિત્રને ઘરે બોલાવ્યો હતા અને બંને આરોપીઓ ત્યાં પાર્ટી કરી રહ્યા હતા, આ સમયે પીડિતા ત્યાં પહોંચી ત્યારે આરોપીએ યુવતીને ડ્રિંક્સ પીવડાવ્યું હતું અને બે ભાન કરી હતી.
નશીલું ડ્રિંક પીવડાવીને બળાત્કાર ગુજાર્યો
નશીલું ડ્રિંક યુવતીને પીવડાવ્યા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. આ પછી બંને આરોપીઓએ વારાફરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિતા ભાનમાં આવી ત્યારે તેને સમજાયું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. આ પછી પીડિતા તેના પરિવાર સાથે નજીકના પોલીસ સ્ટેશન જઈને અને કેસ નોંધાવ્યો હતો. ત્યાર બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો: ફૂટપાથ પર પડેલા વાયરમાંથી વીજકરંટ લાગતા માતા-પુત્રીએ ગુમાવ્યો જીવ