બંધારણ દિવસ નિમિત્તે ક્વિઝ અને પ્રસ્તાવના વાંચનનું આયોજન, તમે પણ ભાગ લેશો ને?


- વધુ લોકો ભાગ લઈ શકે તે માટે બે વેબ પોર્ટલ કાર્યરત
- અંગ્રેજી સહિત 22 ભાષાઓમાં બંધારણની પ્રસ્તાવનાનું ઓનલાઈન વાંચન માટેનું એક પોર્ટલ
- કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી ભાગ લઈ શકે છે અને પ્રમાણપત્રો મેળવી શકે છે
Constitution day 2023: 26 નવેમ્બરનો દિવસ સ્વતંત્ર ભારત માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસને બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આગામી 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ નિમિત્તે સંસદીય બાબતોના મંત્રાલયે બંધારણની ક્વિઝ અને પ્રસ્તાવનાના ઓનલાઈન વાંચનમાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે.
મંત્રાલયે વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે તે માટે બે પોર્ટલ કાર્યરત કર્યા છે. આ વેબ પોર્ટલ છે, 22 સત્તાવાર ભાષાઓ અને અંગ્રેજીમાં બંધારણની પ્રસ્તાવનાનું ઓનલાઈન વાંચન https://readpreamble.nic.in/ અને ઓનલાઈન ક્વિઝ, ભારત: લોકતંત્ર કી જનની https://constitutionquiz.nic.in/
આ પોર્ટલ દરેક વ્યક્તિ માટે સુલભ છે. તેમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. તેમજ સહભાગિતાનું પ્રમાણપત્ર પણ મેળવી શકે છે. જનરેટ થયેલા પ્રમાણપત્રોને #SamvidhanDivasનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી શકાય છે.
કેવી રીતે ભાગ લઈ શકાશે?
આ ક્વિઝમાં ભાગ લેવા માગતા હોય તે નીચે જણાવેલી બેમાંથી કોઈપણ લિંક દ્વારા લોગઈન કરીને બંધારણ દિવસની ક્વિઝમાં ભાગ લઈ શકશે.
ભારતમાં બંધારણ ઔપચારિક રીતે 26 નવેમ્બર 1948 ના રોજ અપનાવવામાં આવ્યું હતું પરંતુ તે 26 જાન્યુઆરી 1949 ના રોજ અમલમાં આવ્યું હતું. ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને સ્વતંત્ર ભારતમાં રહેવા માટે સમાન અધિકાર આપે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના યુવાનોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.
બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના 18 દિવસ લાગ્યા હતા. 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભા દ્વારા તેને સ્વીકારવામાં આવ્યું હતું. બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા લખવામાં આવી હતી. તે ઉત્કૃષ્ટ સુલેખન દ્વારા ઇટાલિક અક્ષરોમાં લખવામાં આવી છે. બંધારણની મૂળ નકલો હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં લખવામાં આવી હતી. આજે પણ ભારતની સંસદમાં તેને હિલિયમ ભરેલા બોક્સમાં સુરક્ષિત રીતે રાખવામાં આવેલી છે.
આ પણ વાંચો, ટીમ ઈન્ડિયાને મજબૂત સમર્થન આપવા બદલ ગૌતમ ગંભીરની ચારેતરફ પ્રશંસા