નેશનલબિઝનેસ

મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો

Text To Speech

આર્થિક રાજધાની મુંબઈમાં રહેતા લોકોને મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મોટો ઝટકો આપ્યો છે. MGLએ ફરી એકવાર મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જે બાદ CNGની કિંમતમાં 4 રૂપિયા અને PNGની કિંમતમાં 3 રૂપિયાનો વધારો થયો છે.

મોંઘવારીના મારથી જનતા પરેશાન

ગેસની આ નવી કિંમતો બુધવારે મધરાતથી લાગુ થઈ ગઈ છે.એટલે કે બુધવાર મધરાતથી જ મુંબઈકરોએ સીએનજી અને પીએનજીના વધેલા ભાવ ભરવાનું શરૂ કરી દીધું છે.ગેસ ડિસ્ટ્રીબ્યુટર કંપની MGLએ કિંમતોમાં વધારા અંગે કહ્યું છે કે ગેસના ભાવમાં વધારો અને રૂપિયામાં થયેલા ઘટાડાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈમાં CNGના ભાવમાં 4 રૂપિયા

ગેસ વિતરક કંપનીએ કહ્યું છે કે, આ કિંમતોમાં સતત વધારાનું કારણ કિંમતોમાં તેજી અને રૂપિયામાં ધબડકો હોવાનું કહેવાય છે. કંપની હકીકતમાં ઘરેલૂ ગેસના ફાળવણીમાં કમીને પુરી કરવા માટે વિદેશી બજારમાં ગેસ ખરીદી રહી છે. આ વધારાની સાથે મુબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીની કિંમતમાં ચાર રૂપિયા વધારીને 80 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરીને 48.50 રૂપિયા થઈ ગયા છે.

 

Back to top button