ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

મુંબઈ પ્રથમ વખત એશિયાની અબજોપતિઓની રાજધાની બની, જાણો યાદીમાં ક્યાં શહેરો ટોપ પર?

  • વિશ્વની અબજોપતિઓની રાજધાનીઓની યાદીમાં ન્યૂયોર્ક ટોચ પર અને લંડન બીજા ક્રમે આવ્યું 

નવી દિલ્હી, 26 માર્ચ: મુંબઈમાં હવે બિજિંગ કરતાં વધુ અબજોપતિ છે. શાંઘાઈ સ્થિત હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે (Hurun Research Institute) અબજોપતિઓની રાજધાની અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર હવે મુંબઈ અબજોપતિઓની રાજધાની બની ગયું છે. પહેલા બિજિંગ આ પદ પર હતું પરંતુ હવે તેને પાછળ ધકેલીને મુંબઈ દ્વારા તેનું સ્થાન મેળવવામાં આવ્યું છે. વિશ્વની અબજોપતિઓની રાજધાનીઓની યાદીમાં ન્યૂયોર્ક ટોચ પર છે અને લંડન બીજા ક્રમે છે.  ન્યૂયોર્કમાં 119 અને લંડનમાં 97 અબજોપતિ છે. આ પછી ભારતનું મુંબઈ 92 અબજપતિઓની સંખ્યા સાથે ત્રીજા સ્થાને છે. મુંબઈ પહેલીવાર એશિયાની અબજોપતિની રાજધાની બની છે. હુરુન રિસર્ચના રિપોર્ટ અનુસાર, ભારતની સરખામણીમાં ચીનમાં 814 અબજોપતિ છે.  મુંબઈમાં અબજોપતિઓની સંખ્યા 92 અને બિજિંગમાં અબજોપતિઓની સંખ્યા 91 છે. શાંઘાઈ 87 અબજોપતિ સાથે પાંચમા ક્રમે, શેનઝેન 84 સાથે છઠ્ઠા અને હોંગકોંગ 65 સાથે સાતમા ક્રમે છે. તો નવી દિલ્હીએ 57 અબજોપતિઓની સંખ્યા સાથે 9મા ક્રમ સાથે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.

 

મુંબઈ અબજોપતિઓની રાજધાની બની ગયું!

મુકેશ અંબાણી(Mukesh Ambani) ભારતમાં સૌથી વધુ નેટવર્થ ધરાવે છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચેરમેન છે, તેમની કુલ સંપત્તિ 115 બિલિયન ડોલર છે. જ્યારે અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)ની કુલ સંપત્તિ 86 અબજ ડોલર છે. મુંબઈના સંપત્તિ ક્ષેત્રોમાં ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણી જેવા લોકો આ ક્ષેત્રોમાં અબજોનો નફો કરે છે. તે જ સમયે, મંગલ પ્રભાત લોઢા(Mangal Prabhat Lodha)ને રિયલ એસ્ટેટ ક્ષેત્રના ખેલાડી માનવામાં આવે છે.

ગ્લોબલ બિલિયોનેર રેન્કિંગમાં ભારતના અબજોપતિઓની રેન્કિંગમાં ઘટાડો થયો છે. વિશ્વના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી 10મા સ્થાને છે જ્યારે ગૌતમ અદાણી 15મા સ્થાને છે. તે જ સમયે, HCLના શિવ નાદરની નેટવર્થમાં વધારા પછી, તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 34મા સ્થાને છે.

આ પણ જુઓ: અમૂલ પહેલી વખત દેશની બહાર બિઝનેસ કરવા જઈ રહ્યું છે, હવે અમેરિકામાં પણ મળશે પ્રોડક્ટ્સ

Back to top button