ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈ એરપોર્ટને બોમ્બની ધમકી મળતાં ખળભળાટ, સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો

Text To Speech
  • પોલીસ કર્મચારીઓની ટીમ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી

મુંબઈ, 14 નવેમ્બર: મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ (T1) ખાતે CISF કંટ્રોલ રૂમને બુધવારે બપોરે ધમકીભર્યો કોલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મોહમ્મદ નામનો વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન વિસ્ફોટક સામગ્રી લઈ જઈ રહ્યો હતો. આ કોલથી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી. CISFની ટીમે તરત જ મામલાને ગંભીરતાથી લીધો અને સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું, જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, કોલ કરનારે કોઈ ચોક્કસ ફ્લાઇટનો ઉલ્લેખ કર્યો ન હતો અને અચાનક બપોરે 3:00 વાગ્યાની આસપાસ કોલ બંધ કરી દીધો હતો. આ પછી અધિકારીઓએ આ કોલની તપાસ શરૂ કરી અને શંકાસ્પદ વિશે માહિતી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વિસ્ફોટક સામગ્રી મળી નહીં

સાવચેતીના પગલા તરીકે, એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ મુસાફરોની વિગતો ચકાસી રહી છે. અધિકારીઓએ કહ્યું કે, હજુ સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

મુસાફરોની સુરક્ષા અંગે ચેતવણી

મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અંગે અધિકારીઓનું કહેવું છે કે, આવી બાબતોમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી રહી નથી અને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસ આ કોલના સોર્સને શોધવા માટે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને શોધી કાઢવાનો દાવો કર્યો છે.

આ પણ જૂઓ: Supreme Courtને ઉડાવવાની કોશિશ કરી, બોમ્બ સાથે બિલ્ડિંગમાં પ્રવેશવા લાગ્યો વ્યક્તિ

Back to top button