મુંબઈઃ ગ્રાહકે ઑનલાઈન ફૂડ મગાવ્યું, અને ચિકનની અંદર નીકળી…
મુંબઈ (મહારાષ્ટ્ર), 25 ડિસેમ્બર: મુંબઈમાં એક યુવાને સ્વિગી પરથી ફૂડ ઓર્ડર કર્યો હતો, પરંતુ તેને ફૂડની સાથે શેકાયેલી હાલતમાં દવાઓ પણ સાથે મળી હતી. ઉજ્જવલ પૂરી નામના યુવકે નાતાલના આગલા દિવસે લિયોપોલ્ડ કોલાબા કાફેમાં સ્વિગી દ્વારા ઑનલાઈન ખાવાનું મંગાવ્યું હતું, પરંતુ જ્યારે તેણે ખાવા માટે પેક ખોલ્યું ત્યારે તેમાં દવા જોઈને તે ચોંકી ગયો હતો. ઉજ્જવલે X પર અડધી શેકાયેલી દવા સાથે ફૂડની તસવીરો શેર કરી છે, જે હવે વાઇરલ થઈ રહી છે. પોતાની પોસ્ટની સાથે વ્યક્તિએ કેપ્શન લખ્યું છે- માય મુંબઈ ક્રિસમસ સરપ્રાઈઝ, લિયોપોલ્ડે કોલાબાથી સ્વિગીમાંથી ફૂડ મંગાવ્યું, મારા ફૂડમાં આ અડધી શેકાયેલી દવા મળી.
My Mumbai Christmas Surprise ordered food from Swiggy from Leopold Colaba got this half cooked medicine in my food @Swiggy pic.twitter.com/ZKU30LzDhi
— Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) December 24, 2023
સ્વિગીએ તપાસની વાત કરી
આ સાથે તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ઓઇસ્ટર સોસ ચિકનના ઓર્ડરમાંથી દવાનું પત્તું કાઢતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ટેગ કર્યા બાદ સ્વિગીએ ઉજ્જવલ પૂરીના એકાઉન્ટ પર રિપ્લાય પણ આપ્યો હતો. રિપ્લાય આપતાં સ્વિગીએ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. જો કે, મોટાભાગના લોકો આવી બેદરકારીથી અત્યંત નારાજ દેખાયા હતા.
Just found this in My food from Leopold ( Chicken in Oyster Sauce ) @Swiggy pic.twitter.com/5ZfT04d1Qa
— Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) December 24, 2023
સ્વિગીએ ઉજ્જવલને રિપ્લાય આપતાં તપાસની વાત કરી હતી. ત્યારબાદ ઓર્ડર IDને શેર કરવા જણાવ્યું હતું. જો કે, ખાવામાંથી દવા મળી આવતા ઘણા લોકોએ કાફે અને સ્વિગી પર ટિપ્પણી કરી હતી. એકે લખ્યું સ્વિગી, આ કેવું બિહેવિયર છે, મોકલીને પણ અડધી શેકેલી દવા મોકલી? કમ સે કમ રેસ્ટોરન્ટવાળા અડધું રાધેલું તો ન બનાવો. બીજા એક યુઝર્સે કોમેન્ટ કરી કે લિયોપોલ્ડ કાફેની ક્વોલિટી સતત કથળી રહી છે. ક્રિસમસમાં ફૂડ સર્વ કરવાની આ કઈ રીત છે? સાથે અન્ય એક યુઝરે લખ્યું કે, આ કિસ્સામાં સ્વિગીએ રિફંડ આપવું જોઈએ,અને રેસ્ટોરન્ટ વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઈએ.
આ પણ વાંચો: અમદાવાદ: ઓનલાઇન ફૂડ મંગાવનારા સાવધાન, પાસ્તામાંથી જીવાત નીકળી