ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈ : ગોરેગાંવમાં 7 માળની ઇમારતમાં આગ લાગતા 7ના મૃત્યુ

  • આગ લાગતા 7ના મૃત્યુ તો 30થી વધુને બચાવી લેવાયા
  • ઇમારતની પાર્કિંગમાં રહેલી અનેક ગાડીઓ બળીને થઈ ખાખ

મુંબઈ : ગોરેગાંવ વિસ્તારમાં આવેલી સાત માળની ઈમારતમાં શુક્રવારે(6 ઓક્ટોબરે) આગ લાગી હતી. જેમાં 7 લોકોના મૃત્યુ થયાં હતા જ્યારે 30થી વધુ લોકોને બચાવી લેવાયા હોવાની વિગતો મળી છે. સાથે ઇમારતના પાર્કિંગમાં રાખવામાં આવેલી અનેક ગાડીઓ પણ આગને કારણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઇમારતમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે.

 

 

ગોરેગાંવ વિસ્તારના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં સવારે 2.30થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આગને કારણે 7 લોકોના મૃત્યુ થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

ઇમારતનાં પાર્કિંગ એરિયામાં લાગી આગ

અહીં ઇમારતના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઇમારતના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ મૂકવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હોવી જોઈએ, અને ટૂંક સમયમાં જ સમગ્ર પાર્કિંગ અને ઇમારતનો પહેલો અને બીજો માળ આગની લપેટમાં આવી ગયો હતો.

 

અકસ્માતમાં 7ના મૃત્યુ તો 30થી વધુ ઘાયલ

આ અકસ્માતની ઘટનામાં 7ના મૃત્યુ થાય છે તો  30થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કૂપર હોસ્પિટલ અને HBT હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડ આગના કારણની તપાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, આગની ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી, જેના પછી તરત જ ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ વિભાગે  ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ જાણો : ઓનલાઈન ગેમિંગ એપ કેસમાં રણબીર કપૂર બાદ હુમા કુરેશી અને કપિલ શર્માને EDનું સમન્સ

Back to top button