એક તરફ દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી ચાલી રહી છે ત્યારે મુંબઈથી મોટાં સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના બોરીવલી વેસ્ટના સાઈનગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઈમારતનું નામ ગીતાંજલિ છે. આ ઈમારતમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગેની પ્રાથમિક માહિતી મુજબ આ બિલ્ડીંગમાં સાતથી આઠ પરિવારો રહે છે. હવે સ્થાનિક નાગરિકોની મદદથી અહીં બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અહેવાલ છે કે બિલ્ડીંગ લગભગ 12:45 કલાકે ધરાશાયી થઈ હતી. દરમિયાન, સ્થાનિકો તરફથી માહિતી મળી રહી છે કે આ અકસ્માતમાં ફૂટપાથ પર રહેતા કેટલાક લોકો પણ ઘાયલ થયા છે. ભોંયતળિયા સાથે બિલ્ડિંગમાં કુલ ચાર માળ હતા. આ ઇમારત વર્ષોજૂની હતી. આજે આ ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
મુંબઈ : બોરીવલી પશ્ચિમમાં 4 માળની ઈમારત ધરાશાયી, કાટમાળમાં કેટલાક ફસાયાની આશંકા….
સ્થાનિક નાગરિકોની મદદથી અહીં બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું.બિલ્ડીંગ લગભગ 12:45 કલાકે ધરાશાયી થઈ ઘટનામાં ફૂટપાથ પર રહેતા કેટલાક લોકો પણ ઘાયલ થયા.#Maharashtra #Mumbai #collapsed #Humdekhengenews pic.twitter.com/VWdrxqizZQ— Hum Dekhenge News (@humdekhengenews) August 19, 2022
આ બિલ્ડિંગમાં કેટલાક પરિવારો રહેતા હતા. બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ તેના કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. દરમિયાન ફાયર બ્રિગેડને ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સ્થાનિક નાગરિકોની મદદથી ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરી છે. પોલીસ, BMCની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ આ ઈમારતનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો : વાહ ! દહીં હાંડીને લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, સ્પોર્ટ્સ કેટેગરીમાં મળશે માન્યા, ગોવિંદાને મળશે નોકરી
દરમિયાન સ્થાનિકો પાસેથી મળેલી માહિતી મુજબ આ ઈમારતની બાજુમાં આવેલી ફૂટપાથ પર બેઠેલા કેટલાક લોકોને પણ ઈજા થઈ હતી. હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યાં. જોકે, બિલ્ડીંગના કાટમાળ નીચે કેટલાક નાગરિકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મહાનગરપાલિકા દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.