ઓસામા બિન લાદેનના પુત્ર ઉમરના અનેક ખુલાસા, કહ્યું પિતા શ્વાન પર રાસાયણીક હથિયારોનું પરીક્ષણ કરતા
પેરિસઃ અમેરિકા દ્વારા ઠાર થયેલા દુનિયાના ખુંખાર આતંકી ઓસામા બિન લાદેનના પુત્ર ઉમર બિન લાદેને પોતાના પિતાને લઈને અનેક ખુલાસાઓ કર્યા છે. ઉમરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેના પિતા ઓસામા તેને આતંકવાદી બનાવવા માગતા હતા. અને ઓસામાએ તેને અફઘાનિસ્તાનમાં બંદૂક ચલાવવાની ટ્રેનિંગ પણ આપી હતી.
ઉમર લાદેનનો મોટો પુત્ર છે જે પોતાની મા સાથે ફ્રાંસમાં રહે છે. તેને વધુમાં જણાવ્યું કે, તે સમયે તે બાળક હતો અને પિતાની દરેક વાત માનવા માટે મજબૂર હતો. તે પોતાના પિતા સાથે પસાર કરેલા ખરાબ સમયને ભૂલવાનો પ્રયાસ કરે છે. પુત્ર ઉમરે દાવો કર્યો કે ઓસામ બિન લાદેન તેના કુતરાઓ પર રાસાયણીક હથિયારોનું પરીક્ષણ કરતો હતો.
પોતાના પિતા ઓસામા બિન લાદેનને યાદ કરતા કહ્યું કે- મને તેઓ બિલકુલ પસંદ નથી પરંતુ પિતા હોવાને કારણે તે તેમણે પ્રેમ પણ કરે છે. તેમણે પોતાનું કામ આગળ વધારવા માટે મને પસંદ કર્યો હતો, જેને લઈને તેમણે મને ટ્રેનિંગ પણ આપી હતી. ઉમરે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે- મેં મારા પિતા માટે ક્યારેય આંસુ નથી વહાવ્યા, હા પણ તેઓ પોતાના પિતાને પ્રેમ કરતા હતા સાથે જ તેમની પર નફરત પણ એટલી જ હતી. ઉમર માર્ચ 1981માં બિન લાદેનની પહેલી પત્ની નઝવાથી સાઉદી આરબમાં જન્મ્યો હતો. ઉમરે ન્યૂયોર્ક 9/11ના આતંકવાદી હુમલાના થોડાં મહિના પહેલાં જ એપ્રિલ, 2001માં અફઘાનિસ્તાન છોડવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. આજે તે એક પેઈન્ટર છે, જેની પેઈન્ટિંગ 8,500 પાઉન્ડ એટલે કે 8 કરોડથી પણ વધુ કિંમતે વેચાય છે.
ઉમરે કહ્યું કે- મારા પિતાએ ક્યારેય મને અલ-કાયદામાં સામેલ થવાનું નથી કહ્યું, પરંતુ તેમણે મને જણાવ્યું હતું કે હું તેમનું કામ આગળ વધારવા માટે પસંદ કરાયેલો પુત્ર હતો. જ્યારે મેં કહ્યું કે મને આ નથી ગમતું તો તેઓ નિરાશ થઈ ગયા હતા. જ્યારે ઉમરને પૂછવામાં આવ્યું કે તેમણે કેમ એવું લાગે છે કે તેમના પિતાએ તેમણે જ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યો હતો, તો ઉમરે કહ્યું કે- મને નથી ખબર, લગભગ એટલા માટે હું વધુ બુદ્ધિશાળી હતો, આ જ કારણ છે કે આજે હું જીવતો છું.