ગુજરાત

ગુજરાતમાં જવાબદેહિતાથી દૂર ભાગતા એકથી વધુ વિભાગો

Text To Speech

ગુજરાતમાં જવાબદેહિતાથી દૂર ભાગતા એકથી વધુ વિભાગો છે. જેમાં RTI હેઠળ સરકારી વહીવટ છુપાવવામાં પંચાયત, શહેરી વિકાસ, મહેસૂલ અવ્વલ છે. કાયદાને બુઠ્ઠો કર્યો તોય 6,217 અરજીઓમાં માહિતી પૂરી પાડવામા આવી નહીં. તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર સામે દંડાત્મક કાર્યવાહી કરીને અરજદારને માહિતી પુરી પાડવા આદેશો છે.

આ પણ વાંચો: વાહનોની ધૂમ ખરીદી, ગાંધીનગર કોર્પોરેશનના વેરાની આવક જાણી રહેશો દંગ 

મહેસૂલ વિભાગે સૌથી માહિતી આપવાનો ઈન્કાર કર્યો

વિધાનસભામાં પ્રશ્નોના જવાબો આપવાનું ટાળતી રાજ્ય સરકારના વિભાગો માહિતી અધિકાર અધિનિયમ- 2005 અર્થાત RTI હેઠળ પણ જવાબદેહિતાથી દૂર ભાગી રહ્યા છે. તેવુ ચિત્ર જાહેર માહિતી આયોગે વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલમાં ઉપસ્યુ છે. વિધાનસભામાં રજૂ થયેલા આ અહેવાલમાં રાજ્ય સરકારમાં RTI હેઠળ પંચાયત અને ગ્રામ વિકાસ, શહેરી વિકાસ તેમજ મહેસૂલ વિભાગે સૌથી માહિતી આપવાનો ઈન્કાર કર્યાનું જણાવાયુ છે.

આ પણ વાંચો: નડિયાદ: OLX પર ઓનલાઇન નોકરીની લાલચ યુવાનને ભારે પડી 

રાજ્યમાં 97,999 જેટલી અરજીઓ વિવિધ વિભાગને મળી

વર્ષ 2020-21માં કોરોનાને કારણે વિવિધ સરકારી વિભાગો સમક્ષ સામાન્ય નાગરીકો અને RTI એક્ટિવિસ્ટ દ્વારા માહિતી ન મળવાને કારણે આયોગ સમક્ષ કુલ 6,830 જેટલી અપીલ થઈ હતી. જે વર્ષ 2021-22માં વધીને 7769એ પહોંચી છે. આયોગે પોતાના અહેવાલમાં નોંધ્યુ છે કે, આ વર્ષ દરમિયાન રાજ્યમાં 97,999 જેટલી અરજીઓ વિવિધ વિભાગને મળી હતી. જેમાંથી 91,682 અરજીઓમાં માહિતી પુરી પાડી છે. પરંતુ, 6,317 જેટલી અરજીઓમાં માહિતી આપવાનો ઈન્કાર થતા આયોગ સમક્ષ અપીલો પહોંચી હતી. આયોગે આ અપિલો અને ફરિયાદો સંદર્ભે લગભગ 99 જેટલા કેસમાં મામલદાર, તાલુકા જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, તલાટી, નાયબ કાર્યપાલક ઈજનેર સામે દંડાત્મક કાર્યવાહી કરીને અરજદારને માહિતી પુરી પાડવા આદેશો કર્યા છે.

Back to top button