- જેમાં સ્ટેશનથી એલિવેટેડ રોડનું નિર્માણ કરવામાં આવશે
- રેલવે -બસ સેવાને એક સાથે જોડવામાં આવશે
- એન્ટ્રી-એક્ઝિટ સાથે યાત્રીઓ માટે વીઆઈપી લોઉન્જ મળશે
હાલ દેશમાં વિવિધ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે. આ વચ્ચે રૂ. 496 કરોડના ખર્ચે સુરત રેલવે સ્ટેશન પણ વિશ્વકક્ષાનું બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં રેલવે મંત્રાલય દ્વારા 63% રકમ ચૂકવાશે તેમજ પ્રોજેક્ટમાં 18 મીટર ઊંચાઈ પર રૂફ પ્લાઝા બનાવવામાં આવશે.
છેલ્લા ઘણાં સમયથી સુરતમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશનની માગણી હતી. આ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબને રેલવે વિભાગની મંજૂરી મળી ગઈ છે. સુરતમાં બનનારા મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં કરોડોના ખર્ચે એલિવેટેડ રોડ બનશે અને આસપાસના વિસ્તારોને સીધા જ રેલવે સ્ટેશન સાથે જોડવામાં આવશે.
सभी सूरत वासियों को बधाई 💫 सभी लोगों की पुरानी माँग को ध्यान में रखते हुए 👇🏻
🛣️ सूरत के विकास का प्रतीक बनने जा रहे मल्टीमॉडल ट्रांसपोर्टेशन हब में एलिवेटेड रोड के विकास को सैद्धांतिक मंजूरी…
🛣️ इस एलिवेटेड रोड का काम ₹496.88 करोड़ की लागत से किया जाएगा, जिसमें रेल…
— Darshana Jardosh (@DarshanaJardosh) January 7, 2024
આ અંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે એક ટ્વિટ કરી X પર જાહેરાત કરી હતી કે, સુરતમાં હવે અનેક વિકાસલક્ષી પરિયોજનાઓ આકાર પામી રહી છે ત્યારે સુરતમાં અમદાવાદની જેમ જ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબનું નિર્માણ કરવામાં આવનારું છે. કેન્દ્રિય રેલવે મંત્રી આ અંગે નવી જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વાયબ્રન્ટના કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો બદલાઇ
આ સાથે જ જણાવ્યું છેકે, સુરતમાં જે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઇ રહ્યું છે, તેમાં એલિવેટેડ રોડનું નિર્માણ કરવામાં આવશે. આ એલિવેટેડ રોડ બનાવવા માટે રુ. 496 કરોડનો ખર્ચ થશે. એલિવેટેડ રોડ બનવાથી આસપાસના વિસ્તારો સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે.
પ્રોજેક્ટની વિશેષતા
આ પ્રોજેક્ટ અંતર્ગત રેલ્વે સ્ટેશનમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ સાથે યાત્રીઓ માટે વીઆઈપી લોઉન્જ તૈયાર કરાશે અને ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત એક બસ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવશે. રેલવે -બસ સેવાને એક સાથે જોડવામાં આવશે. પ્રોજેક્ટમાં 18 મીટર ઊંચાઈ પર રૂફ પ્લાઝા બનાવાશે અને અલગ અલગ કોમર્શિયલ પ્લાઝા પણ બનાવવામાં આવશે. ઇન્ટીગ્રેટેડ મોડમાં ઇન્ટરસિટી બસ સ્ટેશન ,ઇન્ટર સ્ટેટ બસ સ્ટેશન ,કોમર્શિયલ ટાવર, ત્રણ સબ પ્લેટફોર્મ અને મોલ પણ બનાવાશે.