ખાલી 13 રુપિયાના શેરે જમાવટ પાડી દીધી: 5 વર્ષ પહેલા જો 1 લાખ રોક્યા હોત તો આજે દોઢ કરોડ હોત


નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી 2025: ઈંડો થાઈ સિક્યોરિટીઝે શેર બજારમાં શાનદાર રિટર્ન આપ્યું છે. આ શેરે રોકાણકારોને ટૂંકા ગાળામાં કરોડપતિ બનાવી દીધા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેના શેરનો ગ્રાફ જોઈએ તો, તેણે 14,825 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 5 વર્ષ પહેલા ફક્ત 13.40 પર કારોબાર કરી રહ્યા હતા, જે હવે 14,825 ટકાથી તેજી સાથે 2000ને પાર પહોંચી ગયા છે.
આ શેરે કેલેન્ડર વર્ષ 2021માં 1205 ટકા અને વર્ષ 2022માં 456 ટકાનો વધારો નોંધાવ્યો હતો. આ શેરે ચાલૂ વર્ષમાં પહેલા જ 53 ટકા વધી ચુક્યો છે. ભલે વ્યાપક બજારમાં ભારે વેચવાલીનો પ્રેશર હોય. શેરે છેલ્લા સાત મહિનાથી પોઝિટિવ રિટર્ન આપી રહ્યો છે. જેમાં સપ્ટેમ્બરમાં 80.46 ટકાની હાઈ મંથલી રિટર્ન સામેલ છે. ત્યાર બાદ ઓગસ્ટમાં 55.51 ટકાનો ઉછાળો નોંધાયો છે.
5 વર્ષમાં કરોડપતિ બનાવી દીધા
હવે માની લો કોઈ રોકાણકારને આ સ્ટોકમાં પાંચ વર્ષ પહેલા સારો ગ્રોથ દેખાયો. જેમાં મોટું રિસ્ક લેતા તેણે 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું એટલે કે 1 લાખ રુપિયાથી આ કંપનીના શેર 13.40ના ભાવે ખરીદી નાખ્યા. શેરની વેલ્યૂ વધી, પણ તેણે આ શેર ક્યારેય વેચ્યા નહીં અને હજુ પણ શેરમાં સમાન માત્રા સાથે જોડાયેલ છે. આજે આ કંપનીના એક શેરની વેલ્યૂ 2000 રુપિયા છે. ત્યારે આવા સમયે રોકાણકારોને 14,825 ટકા રિટર્ન મળ્યું છે. એટલે કે તેમના એક લાખ રુપિયા હવે 1.49 કરોડ બની ચુક્યા છે.
શું કરે છે કંપની?
વર્ષ 1995માં સ્થપાયેલી ઈંડો થાઈ ભારતમાં એક ટોપ એનએસઈ-બીએસઈ સર્વિસ બ્રોકર છે. જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 2200 કરોડ છે. રિયલ એસ્ટેટ, ગ્રીન ટેક્નોલોજી અને આઈએફએસસી સહિત કેટલીય કંપનીઓ માટે સર્વિસ પ્રોવાઈડર છે. સાથે જ વ્યક્તિગત રોકાણ સલાહ અને ફાઈનાન્સ સંબંધિત સર્વિસ પ્રોવાઈડ કરે છે.
6 મહિનામાં 557 ટકાનું રિટર્ન
અહીં ઉલ્લેખનિય છે કે, Indo Thai Securities Ltdના શેર આજે મામૂલી ઘટાડા સાથે 1985 રુપિયા પર કારોબાર કરી રહ્યા છે. ફક્ત 6 મહિનામં આ શેરે 557 ટકાનું રિટર્ન આપ્યું છે. YTD દરમ્યાન આ શેરમાં 48 ટકાનો ઉછાળો આવ્યો. તેના એક વર્ષનું ઉચ્ચ સ્તર 2200.15 રુપિયા અને 52 વીકના નિચલો સ્તર 236 રુપિયા છે.
(ખાસ નોંધ- કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની મદદ જરુરથી લેવી)
આ પણ વાંચો: મૂળ ગુજરાતના પાટીદાર સમાજના કાશ પટેલ અમેરિકામાં FBIના ડિરેક્ટર બન્યા, જાણો ક્યાં આવેલું છે તેમનું ગામ