ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

માઠા સમાચાર: મુલાયમ સિંહ યાદવના નાના ભાઈ રાજપાલ યાદવનું નિધન, સમાજવાદી પાર્ટીના તમામ કાર્યક્રમો રદ

Text To Speech

લખનઉ: 9. જાન્યુઆરી 2025: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી મલુયામ સિંહ યાદવના નાના ભાઈ અને અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહ યાદવનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ગુરુવારની સવારે ચાર વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર સૈફઈમાં કરવામાં આવશે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહ યાદવના નિધનના સમાચાર મળતા જ સપા નેતા અને કાર્યકર્તા મુલાયમ સિંહના ગામ સૈફઈ જવા રવાના થઈ ગયા છે. અખિલેશ યાદવે પણ તેમના તમામ કાર્યક્રમ રદ કરી દીધા છે અને સૈફઈ પહોંચી રહ્યા છે. શિવપાલ યાદવ પહેલાથી જ સૈફઈમાં છે.

રામગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેના વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું અત્યંત દુ:ખ સાથે આ સૂચિત કરુ છું કે મારા અનુજ રાજપાલ સિંહનું આજે સવારે ચાર વાગ્યે ગુરુગ્રામની એક હોસ્પિટલમાં અસામયિક નિધન થઈ ગયું છે. તેમના અંતિમ સંસ્કાર મારા પૈતૃક ગામ સૈફઈમાં આજે બપોર બાદ કરવામાં આવશે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. ॐ શાંતિ.

રાજપાલની પત્ની રહી ચુકી છે જિલ્લા પંચાયત અધ્યક્ષ

આપને જણાવી દઈએ કે, રાજપાલ યાદવ, મુલાયમ સિંહના ત્રીજા નંબરના નાના ભાઈ છે. રાજપાલની પત્ની ઈટાવા જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેઓ મુલાયમ પરિવારની પહેલી વહુ હતા, જેઓ રાજનીતિમાં આવ્યા. હાલમાં ઈટાવા જિલ્લા પંચાયત અધ્યક્ષ અંશુલ યાદવ છે, જે રાજપાલ અને પ્રેમલતાના દીકરા છે.

 

 

Back to top button